ICC WC 2019 Point Table: ઈંગ્લેન્ડની હાર બાદ હવે આ છે પોઈન્ટ ટેબલની સ્થિતિ
આઈસીસી વિશ્વકપમાં શ્રીલંકાએ ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. આ મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિમાં ફેરફાર થયો છે. શ્રીલંકા બાંગ્લાદેશથી ઉપર પાંચમાં સ્થાને પહોંચી ગયું છે.
લંડનઃ આઈસીસી વિશ્વકપમાં શુક્રવાર (21 જૂન)એ ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. ઈંગ્લેન્ડે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લસિથ મલિંગાની શાનદાર બોલિંગની સામે ઈંગ્લેન્ડની ટીમ 212 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. લો સ્કોરિંગ આ મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થયા છે. ઈંગ્લેન્ડ હજુ ત્રીજા ક્રમે યથાવત છે, પરંતુ શ્રીલંકા બાંગ્લાદેશથી ઉપર પાંચમાં સ્થાને પહોંચી ગયું છે.
જો ભારત આજે અફઘાનિસ્તાનને હરાવશે તો તે ત્રીજા સ્થાને પહોંચી જશે. તો ઈંગ્લેન્ડ ચોથા સ્થાને આવી જશે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડે પોતાની બાકી ત્રણ મેચમાંથી બેમાં ફરજીયાત જીત મેળવવી પડશે. શ્રીલંકા સામે હાર બાદ ઈંગ્લેન્ડની સ્થિતિ જરૂર મુશ્કેલ બની ગઈ છે.
ક્રમ | ટીમ | મેચ | જીત | હાર | ટાઈ | રદ્દ | પોઈન્ટ | નેટ રનરેટ |
1 | ઓસ્ટ્રેલિયા | 6 | 5 | 1 | 0 | 0 | 10 | 0.849 |
2 | ન્યૂઝીલેન્ડ | 5 | 4 | 0 | 0 | 1 | 9 | 1.591 |
3 | ઈંગ્લેન્ડ | 6 | 4 | 2 | 0 | 0 | 8 | 1.457 |
4 | ભારત | 4 | 3 | 0 | 0 | 1 | 7 | 1.029 |
5 | શ્રીલંકા | 6 | 2 | 2 | 0 | 2 | 6 | -1.119 |
6 | બાંગ્લાગેશ | 6 | 2 | 3 | 0 | 1 | 5 | -0.407 |
7 | વેસ્ટ ઈન્ડિઝ | 5 | 1 | 3 | 0 | 1 | 3 | 0.272 |
8 | દક્ષિણ આફ્રિકા | 6 | 1 | 4 | 0 | 1 | 3 | -0.193 |
9 | પાકિસ્તાન | 5 | 1 | 3 | 0 | 1 | 3 | -1.933 |
10 | અફઘાનિસ્તાન | 5 | 0 | 5 | 0 | 0 | 0 | -2.089 |