નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાને કારણે આ ટૂર્નામેન્ટ અને આઈપીએલ-2021માંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ભાઈ ટોમ કરનને ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કર્યો છે. તે પહેલા સ્ટેન્ડબાયમાં સામેલ હતો. ફાસ્ટ બોલર રીસ ટોપ્લેને હવે રિઝર્વ ખેલાડીના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે જલદી ઈંગ્લેન્ડ ટીમ સાથે જોડાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મંગળવારે સેમ કરનની ઈજા પર નિવેદન જાહેર કરતા કહ્યું- સેમને આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમતા પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. બાદમાં સ્કેનના પરિણામોથી તેની ઈજાની જાણકારી મળી. હવે તે આગામી એક-બે દિવસમાં ઈંગ્લેન્ડ પરત ફરશે અને બીજીવાર સ્કેન કરાવશે. સાથે ઈસીબીની મેડિકલ ટીમ પણ આ સપ્તાહે તેની સ્થિતિની સમીક્ષા કરશે. 


IPL માં પપ્પાની ટીમને હારતા જોઈને ધોનીની પુત્રી જીવા સ્ટેડિયમમાં હાથ જોડીને કરવા લાગી પ્રાર્થના! વાયરલ થયો Video


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube