ENG vs IND: ભારત સામે વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, આ સ્ટાર ખેલાડી બહાર
ભારત સામે 3 વનડે મેચોની સિરીઝ માટે ઈંગ્લેન્ડ અને વેસ્સ ક્રિકેટ બોર્ડે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટી20 અને ટેસ્ટ સિરીઝ ભારતીય ટીમ જીતી ચુકી છે. વનડે સિરીઝનો પ્રારંભ 23 માર્ચથી થશે.
અમદાવાદઃ ભારત વિરુદ્ધ 3 મેચોની વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાંથી એક નામ ગાયબ છે. તે છે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર, આર્ચર એલ્બો ઇંજરીને કારણે સિરીઝમાં રમશે નહીં, જ્યારે તેના સ્થાને મેટ પાર્કિસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટી20માં ભારતીય ટીમે 3-1થી જીત મેળવી, જ્યારે ટેસ્ટ સિરીઝ 3-1થી પોતાના નામે કરી હતી. હવે વનડેમાં જોવાનું રહેશે કે કઈ ટીમ બાજી મારે છે.
તમામ વનડે પુણેમાં રમાશે
ટેસ્ટ અને ટી20ની જેમ વનડે સિરીઝ માટે પુણેનું મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમ બાયો બબલ બનશે. ત્રણ વનડે મેચોની સિરીઝની ત્રણેય મેચ- 23, 26 અને 28 માર્ચે આ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા પાંચ ટી20 મેચ અને બે ટેસ્ટ મેચનું આયોજન અમદાવાદમાં થયું હતું.
જાણો કોણ છે પ્રસિદ્ધ કૃષ્ણા, જે વન-ડે સિરીઝમાં બનશે અંગ્રેજોનો કાળ
વનડે સિરીઝ માટે ભારતીય ટીમઃ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), લોકેશ રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ક્રુણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube