કોરોના કાળમાં ક્રિકેટઃ વિન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, બેન સ્ટોક્સ કેપ્ટન
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ ટેસ્ટ 8 જુલાઈએ સાઉથમ્પટનમના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે ઈંગ્લેન્ડે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.
લંડનઃ ઈંગ્લેન્ડે આગામી સપ્તાહે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ માટે પ્રથમ ટેસ્ટ માટે શનિવારે 13 સભ્યોની ટીમની પસંદગી કરી લીધી છે. મોઈન અલી અને વિકેટકીપર જોની બેયરસ્ટોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ કેપ્ટનશિપ સંભાળશે, કારણ કે જો રૂટ પોતાના બીજા બાળકના જન્મને કારણે 8 જુલાઈથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં.
ઓલરાઉન્ડર બેન સ્ટોક્ટ પ્રથમવાર કેપ્ટનશિપ સંભાળવા જઈ રહ્યો છે. ટીમમાં ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જોફ્રા આર્ચર અને માર્ક વુડ સિવાય ઓલરાઉન્ડર સ્ટોક્સ અને ક્રિસ વોક્સ સામેલ છે. સ્પિન વિભાગમાં જૈક લીચની જગ્યાએ સ્પિન બોલર ડોમ બેસને મહત્વ આપવામાં આવ્યું છે.
બેસને ટ્રેનિંગ દરમિયાન શાનદાર પ્રદર્શનના આધાર પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લીચને નવ ખેલાડીઓની રિઝર્વ યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી વધુ અનુભવી મોઇનને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. બેયરસ્ટોને પણ ટ્રેનિંગ કરનારા 30 ખેલાડીઓના દળમાંથી ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. પ્રથમ ટેસ્ટ મેચ બુધવારથી જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં શરૂ થશે.
ભાવિ હાફિઝ સઇદ કહેવામાં આવતા ઇરફાન પઠાણ ધુંવાપુંવા, કરી નાખ્યું આક્રમક ટ્વીટ
ટીમ આ પ્રકારે છે
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર (વિકેટકીપર), જાક ક્રોલે, જો ડેનલી, ઓલી પોપ, ડોમ સિબલે, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
રિઝર્વ ખેલાડીઃ જેમ્સ બ્રેસી, સેમ કરન, બેન ફોક્સ, ડૈન લારેન્સ, જૈક લીચ, સાકિબ મહમૂદ, ક્રેગ ઓવરટન, ઓલી રોબિનસન અને ઓલી સ્ટોન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube