નવી દિલ્હીઃ આઈસીસી અન્ડર-19 વિશ્વકપના પ્રથમ સેમીફાઇનલમાં મંગળવારે ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને 15 રને પરાજય આપી ફાઇનલની ટિકિટ મેળવી લીધી છે. વરસાદથી પ્રભાવિત આ મેચને 47-47 ઓવરની કરી દેવામાં આવી હતી. ઈંગ્લેન્ડને પહેલાંથી જ જીતનું દાવેદાર માનવામાં આવી રહ્યું હતું, પરંતુ અફઘાનિસ્તાને વિરોધી ટીમને ટક્કર આપી અને 44 ઓવર સુધી લાગી રહ્યું હતું કે અફઘાન ટીમ ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચી દેશે. ફાઇનલમાં ઈંગ્લેન્ડની ટક્કર ભારત કે ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. આ બંને ટીમો વચ્ચે આજે બીજી સેમીફાઇનલ રમાવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડે ટોસ જીત્યો અને કેપ્ટન ટોમ પ્રેસ્ટે પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડના બેટરોને બાંધીને રાખ્યા હતા. 106 રન સુધી ઈંગ્લેન્ડે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જોર્જ થોમસ, જોર્જ બેલ અને એલેક્સ હર્ટનની અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે 47 ઓવરોમાં છ વિકેટે 231 રન બનાવ્યા હતા. થોમસે 50 રન બનાવ્યા, જ્યારે બેલે અણનમ 56 અને હર્ટન 53 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. હર્ટને 36 બોલમાં આ રન બનાવ્યા, તેણે પાંચ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. 


આ પણ વાંચોઃ Sports Budget 2022: ખેલાડીઓ પર મોદી સરકાર મહેરબાન, 3 વર્ષ પછી આ રીતે આવ્યા અચ્છે દિન


અફઘાનિસ્તાન તરફથી નાવીદ ઝદરાન અને નૂર અહમદે બે-બે વિકેટ લીધી હતી. જવાબમાં અફઘાનિસ્તાને 1 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મોહમ્મદ ઇશક અને અલ્લાહ નૂરે મળીને ટીમને સંભાળી અને સ્કોર 94 રન સુધી પહોંચાડ્યો હતો. 44 ઓવરોમાં અફઘાનિસ્તાનનો સ્કોર 6 વિકેટ પર 208 રન હતો. તેને જીત માટે 18 બોલમાં 23 રનની જરૂર હતી. પરંતુ રેહાન અહમદે 46મી ઓવરમાં મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેણે આ ઓવરમાં ત્રણ વિકેટ લીધી અને માત્ર એક રન આપ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી અલ્લાહ નૂરે સૌથી વધુ 60 રન બનાવ્યા, જ્યારે ઇશકે 43 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી રેહાને કુલ 4 વિકેટ ઝડપી હતી. જોર્જ બેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube