બેન સ્ટોક્સનો ઓલરાઉન્ડ દેખાવ, ઈંગ્લેન્ડને ન્યૂઝીલેન્ડને હરાવ્યું
કેપ્ટન ઈયાન મોર્ગન અને ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સની શાનદાર પારીને કારણે ઈંગ્લેન્ડે અહીં ઓવલમાં રમાયેલી બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
માઉન્ટ માઉંગાનુઈ (ન્યૂઝીલેન્ડ) - કેપ્ટન ઇયોન માર્ગન અને બેન સ્ટોક્સની શાનદાર ઈનિંગને કારણે ઈંગ્લેન્ડે અહીં ઓવલમાં બુધવારે રમાયેલી બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે નિર્ધારિત ઓવરમાં ઈંગ્લેન્ડને 224 રનનો ટાર્ગેટ આપ્યો, જેને ઈંગ્લેન્ડે 6 વિકેટ બાકી રહેતા 37.5 ઓવરમાં હાંસિલ કહ્યો હતો. આ જીત સાથે ઈંગ્લેન્ડે 5 મેચની શ્રેણી 1-1થી બરોબર કરી લીધી છે.
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી, ટીમે 9 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનિંગ બેટ્સમેન ગુપ્ટિલ અને ટેલર વચ્ચે ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી થઈ. ટેલર 10 રન બનાવીને આઉટ થતા કિવીએ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ટીમનો સ્કોર 37.2 ઓવરમાં 8 વિકેટે 147 રન થયો હતો. ત્યારબાદ સેન્ટનર અને ફર્ગ્યૂસન વચ્ચે 9મી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ અને ટીમ 223 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે અલી, સ્ટોક્સ અને વોક્સે બે-બે વિકેટ ઝડપી હતી.
જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી, ઓપનિંગમાં આવેલો જેસન રોય માત્ર 8 રને આઉટ થયો હતો, ટીમે 47 રનના સ્કોરે જો રૂટની વિકેટ ગુમાવી. 86 રનના સ્કોરે બેયરસ્ટો આઉટ થતા મહેમાન ટીમની ત્રીજી વિકેટ પડી હતી. ચોથી વિકેટ માટે સ્ટોક્સ અને મોર્ગન વચ્ચે 88 રનની ભાગીદારી થઈ હતી. મોર્ગન 62 રન બનાવી આઉટ થયો હતો, ત્યારબાદ સ્ટોક્સે ટીમને જીત અપાવી હતી. સ્ટોક્સને શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પહેલા ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને 3 વિકેટે હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. બેન સ્ટોક્સની વાપસી બાદ આ ઈંગ્લેન્ડનો પ્રથમ વનડે હતો. સ્ટોક્સ આ મેચમાં બેટ દ્વારા નિષ્ફળ રહ્યો હતો પરંતુ બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી.