બર્મિંઘમઃ ઈંગલેન્ડના કેપ્ટન જો રૂટે બુધવારે સૌથી ઓછી ઉંમરમાં 6000 ટેસ્ટ રન પૂરા કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો. રૂટે ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન 40 રન પૂરા કરતા આ સિદ્ધિ મેળવી. તે 6000 ટેસ્ટ રન પૂરા કરનાર વિશ્વનો 65મો અને ઈંગલેન્ડનો 15મો બેટ્સમેન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની 70મી ટેસ્ટ મેચ રમી રહેલો રૂટ અત્યારે 27 વર્ષ 214 દિવસનો છે અને તે 6000 રનના મુકામ સુધી પહોંચનાર ત્રીજો યુવા બેટ્સમેન છે. સચિન તેંડુલકરે 26 વર્ષ 331 દિવસ અને રૂટના સાથી એલિસ્ટેયર કુકે 27 વર્ષ 33 દિવસમાં આ મુકામ હાસિલ કર્યો હતો. 


6000 ટેસ્ટ રન સુધી પહોંચનાર યુવા બેટ્સમેન


26 વર્ષ 313 દિવસ- સચિન તેડુંલકર


27 વર્ષ 43 દિવસ- એલિસ્ટેયર કુલ


27 વર્ષ 323 દિવસ - ગ્રીમ સ્મિથ


28 વર્ષ 217 દિવસ - સ્ટીવ સ્મિથ


28 વર્ષ 329 દિવસ - એબી ડિવિલિયર્સ


રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યાના માત્ર 2058 દિવસમાં 6000 રનનો આંક વટાવ્યો જે એક રેકોર્ડ છે. કુકે આ માટે 2168 દિવસનો સમય લીધો હતો અને રૂટ પહેલા આ રેકોર્ડ તેના નામે હતો. 


આ સિવાય જો રૂટ ડેબ્યૂ બાદ સૌથી ઓછા સમયમાં 600 ટેસ્ટ રન સુધી પહોંચનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં તેણે પોતાના સાથે એલિસ્ટેયર કુકનો રેકોર્ડ તોડ્યો છે. 


ડેબ્યૂ બાદ સૌથી ઓછા સમયમાં 6000 ટેસ્ટ રન


2058 દિવસ - જો રૂટ


2168 દિવસ - એલિસ્ટેયર કુક


2192 દિવસ - કેવિન પિટરસન


2216 દિવસ - ડેવિડ વોર્નર


2410 દિવસ - એંડ્રયૂ સ્ટ્રોસ


2479 દિવસ - ગ્રીમ સ્મિથ