ઈંગ્લેન્ડે ટેસ્ટમાં 5 લાખ રન બનાવીને રચ્ચો ઈતિહાસ, જાણો ટીમ ઈન્ડિયા કેટલી પાછળ
ક્રિકેટના જનક મનાતા ઈંગ્લેન્ડે વિશ્વ ક્રિકેટમાં પ્રથમવાર પાછલા વર્ષે આઈસીસી વિશ્વ કપ જીતીને ડંકો વગાડ્યો હતો. હવે વર્ષની શરૂઆત એક મોટી સિદ્ધિ સાથે કરી છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે (Englend cricket team) ટેસ્ટ (test cricket)માં ઈતિહાસ રચતા સૌથી પહેલા 5 લાખ રન બનાવનારી ટીમ બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝના છેલ્લા મુકાબલામાં ઈંગ્લેન્ડે આ મોટી સિદ્ધિ મેળવી છે. ભારતીય ક્રિકેટ ટીમ આ લિસ્ટમાં ઈંગ્લેન્ડથી ઘણી પાછળ છે.
ક્રિકેટના જનક મનાતા ઈંગ્લેન્ડે વિશ્વ ક્રિકેટમાં પ્રથમવાર પાછલા વર્ષે આઈસીસી વિશ્વ કપ જીતીને ડંકો વગાડ્યો હતો. હવે વર્ષની શરૂઆત એક મોટી સિદ્ધિ સાથે કરી છે. ઈંગ્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં 5 લાખ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમે આ ખાસ કીર્તિમાન દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જોહનિસબર્ગ ટેસ્ટ મેચમાં રચ્યો છે.
ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ
1022મી ટેસ્ટ મેચ રમવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે આફ્રિકા વિરુદ્ધ 25મો રન બનાવતા ટેસ્ટ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ આ ફોર્મેટમાં 5 લાખ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડની ટીમ 0-1થી પાછળ રહી ત્યારબાદ તેણે વાપસી કરીને સતત બે ટેસ્ટ મેચ જીતી છે. હાલ બંન્ને ટીમો વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
ગણતંત્ર દિવસ પર જીતની ભેટ આપી શકે છે ટીમ ઈન્ડિયા, આવો રહ્યો છે રેકોર્ડ
સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારી ટીમ
ઈંગ્લેન્ડની ટીમે 1022 ટેસ્ટ મેચ રમી છે અને પોતાના 5 લાખ રન પૂરા કર્યાં છે. આ લિસ્ટમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ છે. કાંગારૂ ટીમે અત્યાર સુધી કુલ 830 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 432,706 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ભારતીય ટેસ્ટ ટીમે અત્યાર સુધી 540 ટેસ્ટ રમતા 273,518 રન બનાવ્યા છે. ચોથા નંબર પર વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે. વિન્ડીઝ ટેસ્ટ ટીમે 545 મેચ પમતા કુલ 270,411 રન બનાવ્યા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube