લંડનઃ ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ શનિવારથી નોટિંઘમમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. ઈંગ્લેન્ડ પ્રથમ બે ટેસ્ટ જીતીને શ્રેણીમાં 2-0થી આગળ છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને સામેલ કરવાનો નિર્ણય બ્રિસ્ટલની કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બાદ લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોક્સના મામલાની સુનાવણી સતત ચાલુ છે. આ 27 વર્ષીય ઓલરાઉન્ડને ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિસ્ટલ નાઇટ ક્લબમાં ઝગડામાં સામેલ હોવાને કારણે સુનાવણીનો સામનો કરવો પડી રહ્યો છે. 


સ્ટોક્સે બર્મિંઘમમાં પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની 31 રનની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી, ત્યારે તેણે બીજી ઈનિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત ચાર વિકેટ ઝડપી હતી. 



ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં બેન સ્ટોક્સની ખોટ ન પડી અને તેના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ ક્રિસ વોક્સે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 


ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ
જો રૂટ (કેપ્ટન), એલિસ્ટેયર કુક, કે. જેનિંગ્સ, ઓલિવર પોપ, જોની બેયરસ્ટો, જોસ બટલર, સેમ કરન, ક્રિસ વોક્સ, આદિલ રાશિદ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ડ બ્રોડ, મોઇન અલી, જૌમી પોર્ટર.