ENG vs NED: ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે વન-ડેની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે આ મોટું કારનામું કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનડેમાં સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પ્રથમ વનડેમાં આવી તોફાની બેટિંગ કરીને એક પછી એક ઘણા રેકોર્ડ તોડ્યા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન બનાવીને વન-ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે.
 



પોતાનો જ રેકોર્ડ તોડીને બનાવ્યો આ રેકોર્ડ
ખાસ વાત એ છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા વન ડે ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે વર્ષ 2018માં નોટિંગહામમાં ઓસ્ટ્રેલિયા સામે 481 રન બનાવ્યા હતા, આ ઈનિંગ પહેલા સુધી આ વર્લ્ડ રેકોર્ડ હતો.


આ 3 ખેલાડીઓએ ફટકારી સદી
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને 498 રનના સ્કોર સુધી પહોંચાડવામાં 3 બેટ્સમેનોનો મોટો હાથ હતો, ત્રણેય ખેલાડીઓએ સદી ફટકારી હતી. ઓપનર ફિલ સોલ્ટે 93 બોલમાં 122 રન બનાવ્યા, ત્યારબાદ ડેવિડ મલાને પણ 109 બોલમાં 125 રન બનાવ્યા. જ્યારે, જોસ બટલરની 70 બોલમાં 162 રનની ઈનિંગે ખળભળાટ મચાવ્યો હતો.