અંતિમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે જાહેર કરી ટીમ, વોક્સ અને પોપની વાપસી
ઓવલ ટેસ્ટ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કુકના કેરિયરની અંતિમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ હશે. ત્યારબાદ તે નિવૃતી લઈ લેશે.
લંડનઃ ભારત વિરુદ્દ શુક્રવારથી શરૂ થતી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં ક્રિસ વોક્સ અને ઓલી પોપની વાપસી થઈ છે.
આ મેચની સૌથી ખાસ વાત તે છે કે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કુકના કેરિયરનો આ અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ મેચ બાદ તે નિવૃતી લઈ લેશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) તરફથી જાહેર થયેલી 13 સભ્યોની ટીમમાં કેટન જેનિંગ્સને વધુ એક તક આપવામાં આવી છે. પગમાં દુખાવાને કારણે વોક્સ છેલ્લી ટેસ્ટ મેચમાંથી બહાર રહ્યો હતો.
પાંચમા ટેસ્ટ મેચ પહેલા તેના ફિટનેસ પર ધ્યાન રાખવામાં આવશે. બીજી તરફ જેનિંગ્સ માટે પણ પોતાને સાબિત કરવાની છેલ્લી તક છે. જેનિંગ્સે ઈંગ્લેન્ડ માટે છેલ્લી આઠ ઈનિંગમાં 19.87ની એવરેજથી 159 રન બનાવ્યા છે.
ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ માટે બીજી ઈનિગંમાં બનાવેલા 36 રનને કારણે જેનિંગ્સને અંતિમ તક આપવામાં આવી છે. સરેના રોરી બર્ન્સમાં જેનિંગ્સના સાથી ખેલાડી ઓલીને પણ અંતિમ ટેસ્ટમાં ટીમમાં સ્થાન ન મળ્યું હતું.
ટ્રેન્ટ બ્રિજમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને મળેલી હારમાં પોપે બંન્ને ઈનિંગમાં 10 અને 16 રન બનાવ્યા હતા. તે ગુરૂવારે ટીમ સાથે જોડાશે.
ઉલ્લેખનીય છે કે પાંચ ટેસ્ટ મેચોની આ શ્રેણીમાં ઈંગ્લેન્ડે 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. બંન્ને ટીમો વચ્ચે પાંચમો ટેસ્ટ મેચ શુક્રવારથી લંડનના ધ ઓવલ મેદાન પર રમાશે.
ઈંગ્લેન્ડ ટીમઃ જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, સ્ટુઅર્ડ બ્રોડ, જોસ બટલર, એલિસ્ટેયર કુક, સેમ કરન, કેટન જેનિંગ્સ, ઓપી પોપ, આદિલ રાશિદ, બેન સ્ટોક્સ અને ક્રિસ વોક્સ.