Covid-19 in England Cricket Team: ઈંગ્લેન્ડની ટીમ સેલ્ફ-આઇસોલેશનમાં, ત્રણ ખેલાડી સહિત કુલ 7 સભ્યો કોરોના પોઝિટિવ
England players covid positve: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં ત્રણ ખેલાડી સહિત કુલ 7 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ઈસીબીએ આ જાણકારી આપી છે.
લંડનઃ ઈંગ્લેન્ડની સીમિત ઓવર ક્રિકેટ ટીમના બધા સભ્યો સેલ્ફ-આઇસોલેશનમાં જતા રહ્યાં છે. ટીમના ત્રણ ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે.
ઈસીબીએ નિવેદન જારી કરી રહ્યુ- બ્રિસ્ટલમાં સોમવારે કરવામાં આવેલા પીસીઆર ટેસ્ટમાં ઈસીબી તે વાતની પુષ્ટિ કરે છે કે પુરૂષ વનડે ટીમના સાત સભ્યો- જેમાં ત્રણ ખેલાડી અને ચાર મેનેજમેન્ટના સભ્યો છે તે કોવિડ પોઝિટિવ આવ્યા છે.
સંક્રમિતોના સંપર્કમાં આવનાર લોકોને યૂકે સરકારના કોવિડ પ્રોટોકોલ પ્રમાણે ચાર જુલાઈથી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે. ટીમના બાકી સભ્યોને પણ સંપર્કમાં આવેલા માની લેવામાં આવ્યા છે અને તે ખુદને આઇસોલેશનમાં રાખશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube