સાઉથપ્ટનમઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેણે મેચની અધવચ્ચે સ્કેન કરાવવા માટે હોસ્પિટલ જવું પડ્યું હતું. વુડે શનિવારે અહીં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં 3.1 ઓવર બોલિંગ કર્યા બાદ મેદાન છોડવું પડ્યું હતું. વુડના જમણા પગમાં દુખાવો થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે પગની ઘૂંટીની ઈજાથી પહેલા પણ પરેશાન રહ્યો છે. ઈંગ્લેન્ડ માટે સારા સમાચાર તે છે કે તે દોડીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ તે સ્કેન માટે હોસ્પિટલ ગયો અને મેચમાં બહાર રહ્યો હતો. ઈંગ્લેન્ડે આ મેચ 12 રનથી ગુમાવી હતી. 


ઈંગ્લેન્ડના કાર્યવાહક કેપ્ટન જોસ બટલરે કહ્યું, જોયે સવારે તેની સ્થિતિ કેવી રહે છે. આ તેના માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. અમે તેને સારૂ હશે તેવી આશા કરીએ છીએ. 

World Cup 2019: સ્ટીવ સ્મિથની સદી, ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 12 રને હરાવ્યું 


ઈંગ્લેન્ડનો કેપ્ટન ઇયાન મોર્ગન આંગળીને ઈજાને કારણે આ મેચમાંથી બહાર હતો પરંતુ તે ગુરૂવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઉદઘાટન મેચ સુધી ફિટ થઈ જવાની સંભાવના છે.