લંડનઃ ઈંગ્લેન્ડના અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કહ્યુ કે, ટીમે નવ વર્ષ પહેલા કિશોરાવસ્થામાં રંગભેદી અને લિંગભેદી ટ્વીટ કરનાર ઓલી રોબિન્સનની માફી સર્વસંમત્તિથી સ્વીકાર કરી લીધી છે અને આ સસ્પેન્ડ થયેલા ફાસ્ટ બોલરને ટીમનું સમર્થન હાસિલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનના રાજનેતાઓએ પણ આ મુદ્દા પર રોબિન્સનનું સમર્થન કરતા ઈસીસીને આ ફાસ્ટ બોલર પર બેનના નિર્ણય પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે કારણ કે તેણે વર્ષો પહેલા કિશોરાવસ્થામાં ભૂલ કરી હતી. રોબિન્સને લોર્ડ્સ ટેસ્ટમાં પર્દાપણ કર્યુ અને પ્રથમ દિવસ એટલે કે બુધવારે તેના જૂના ટ્વીટ સામે આવ્યા હતા. 


ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરતા તેણે સાત વિકેટ ઝડપી હતી. રોબિન્સનને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) એ 2012-13ના તેના વિવાદાસ્પદ ટ્વીટ માટે સસ્પેન્ડ કરી દીધો છે. રોબિન્સન તે ટ્વીટ માટે જાહેરમાં માફી માંગી ચુક્યો છે. 


આ પણ વાંચોઃ ENG ના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, આ સીનિયર ખેલાડીઓ બહાર  


બ્રિટનના મીડિયા સાથે વાત કરતા એન્ડરસને રોબિન્સનનું સમર્થન કર્યુ. તે પૂછવા પર શું ટીમે રોબિન્સનની માફી સ્વીકાર કરી છે કે કોઈ ખેલાડી તેને લઈને અસહજ છે, એન્ડરસને કહ્યુ- મને લાગે છે કે તેને સ્વીકાર કરી લેવામાં આવી છે. તેણે બધાની સામે માફી માંગી અને તમે જોઈ શકો છો કે તે કેટલો નિરાશ હતો અને એક સમૂહના રૂપમાં પ્રશંસા કરીએ છીએ કે તે  હવે બદલાયેલો વ્યક્તિ છે. ત્યારથી તે હવે ખુબ પરિપક્વ થઈ ગયો છે અને તેને ટીમનું સંપૂર્ણ સમર્થન હાસિલ છે. 


એન્ડરસન જો ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં રમે છે તો તે પૂર્વ કેપ્ટન એલિસ્ટેયર કુકને પછાડીને ઈંગ્લેન્ડ તરફથી સર્વાધિક ટેસ્ટ રમનાર ખેલાડી બની જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube