ઈંગ્લેન્ડે પ્રથમ એશિઝ ટેસ્ટ માટે ટીમ પસંદ કરી, જોફ્રા આર્ચર બહાર
બારબાડોસમાં જન્મેલા ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું નથી.
બર્મિંઘમઃ વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય જોફ્રા આર્ચરે પોતાના ટેસ્ટ પર્દાપણ માટે રાહ જોવી પડશે કારણ કે આ ફાસ્ટ બોલરને એજબેસ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલી એશિઝ સિરીઝના પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમમાં સ્થાન મળ્યું નથી. બારબાડોસમાં જન્મેલો આ ફાસ્ટ બોલર પાંસળીની ઈજાનો સામનો કરી રહ્યો છે.
આર્ચરને સાથી ફાસ્ટ બોલર સૈમ કરન અને ઓલી સ્ટોનની સાથે 11 સભ્યોની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે જે છેલ્લા સપ્તાહે આયર્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ રમ્યા હતા.
પ્રથમ એશિઝ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમ આ પ્રકારે છે- રોરી બર્ન્સ, જેસન રોય, જો રૂટ (કેપ્ટન), જો ડેનલે, જોસ બટલર, બેન સ્ટોક્સ, જોની બેયરસ્ટો (વિકેટકીપર), મોઈન અલી, ક્રિસ વોક્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.