નવી દિલ્હી: ભારત અને ઇગ્લેંડ  વચ્ચે પાંચ મેચોની સીરીઝની ચોથી ટેસ્ટ મેચ લંડન ધ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ટી બ્રેક બાદ શાર્દુલ ઠાકુરએ શાનદાર બેટીંગ કરતાં પોતાની ફિફ્ટી પુરી કરી લીધી હતી. શાર્દુલે ફક્ત 32 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી પોતાની ફિફ્ટી પુરી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે 36 બોલમાં ત્રણ સિક્સર અને સાત ચોગ્ગા ફટકારી 57 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીએ પણ 50 રનની ઇનિંગ રમી. તો બીજી તરફ ઇગ્લેંડ માટે ક્રિસ વોક્સે સૌથી વધુ ચાર વિકેટ લીધી. તો ઓલી રોબિન્સએ ત્રણ વિકેટ ઝડપી હતી.


જોકે તેમની વિસ્ફોટક ઇનિંગ બાદ ટીમ ઇન્ડીયા 191 રન પર સમેટાઇ ગઇ હતી. ભારતને 191 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ઇંગ્લેંડે સ્ટંપ સુધી ત્રણ વિકેટ પર 53 રન બનાવી લીધા છે. ઇગ્લેંડ અત્યારે ભારતના સ્કોરથી 138 રન પાછળ છે. 


ટોસ હારીને પહેલાં બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાની શરૂઆત સારી રહી નહી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલ આજે સસ્તામાં પેવેલિયન પરત ફર્યા. તો બીજી તરફ ટેસ્ટમાં 91 રનોની ઇનિંગ રમનાર ચેતેશ્વર પુજારા ફરી એકવાર જલદી જ આઉટ થઇ ગયા. 


રોહિતે 27 બોલમાં એક ચોગ્ગાની મદદથી 11 રન, કેએલ રાહુલે 44 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદ વડે 17 રન અને ચેતેશ્વર પુજારાએ 31 બોલમાં એક ચોગ્ગાની મદદથી ચાર રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ 96 બોલમાં આઠ ચોગ્ગાની મદદ વડે 50 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 23,000 રન બનાવનાર બેટ્સમેન બની ગયા. 


અજિંક્ય રહાણે અને ઋષભ પંતે ફરી એકવાર પોતાના બેત વડે બધાને નિરાશ કર્યા. રહાણેએ 47 બોલમાં એક ચોગ્ગા સાથે 14 રન બનાવ્યા. તો બીજી તરફ પંત 33 બોલમાં ફક્ત 9 રન જ બનાવી શક્યા. આ ઉપરાંત રવિંદ્ર જાડેજાએ 34 બોલમાં બે ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube