લંડનઃ એજબેસ્ટન ટેસ્ટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમ પાસે વાપસીની તક છે. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુરૂવારથી રમાશે. શ્રેણીમાં 1-1ની બરોબરી મેળવવા માટે ટીમ ઈન્ડિયા લંડન પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ટેસ્ટની અંતિમ ઈલેવન માટે ટીમ મેનેજમેન્ટ ચિંતન કરી રહ્યું છે, બીજીતરફ ઘણા રિપોર્ટ્સ પ્રમાણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 100 ટકા ફિટનેસ મેળવવા માટે વધુ સમયની જરૂર છે. તેવામાં બીજી ટેસ્ટમાં બુમરાહનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. 


અંગૂઠાની ઈજાને કારણે બુમરાહને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી શ્રેણીના પ્રથમ ટેસ્ટમાં સ્થાન ન અપાયું. આશા કરવામાં આવી હતી કે તે બીજી ટેસ્ટ પહેલા હાજર રહેશે. 


ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત પહેલા આયર્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચના અંતિમ બોલ પર રિટર્ન કેચ લેવાના પ્રયત્નમાં બુમરાહને અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને શાર્દુલ ઠાકુર અને દીપક ચહરને સ્થાન આપવામાં આવ્યું હતું. 


ભુવનેશ્વર કુમાર શ્રેણીના શરૂઆતી ત્રણ ટેસ્ટ માટે ટીમમાંથી બહાર છે. બીજી તરફ બુમરાહ પોતાની ઈજામાંથી બહાર આવ્યો નથી. હવે ફાસ્ટ બોલરોની ત્રિપુટી ઈશાંત શર્મા, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમી પર શ્રેણીમાં બરોબરી અપાવવાની જવાબદારી છે.