લંડનઃ ઇયોન મોર્ગનની આગેવાની વાળી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બની ગઈ છે. ઈંગ્લેન્ડે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના પડકારને ધ્વસ્ત કરતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ટ્રોફી પર કબજો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ વખત ચેમ્પિયન બન્યું ક્રિકેટનું જન્મદાતા 
ક્રિકેટ વિશ્વ કપના 44 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે વિશ્વ કપ જીત્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડ ક્યારેય આ મુકામ સુધી પહોંચી શક્યું નથી. 


વિશ્વ કપ શરૂ થતાં પહેલા તે કહેવામાં આવી રહ્યું હતું કે, યજમાન ઈંગ્લેન્ડ ટાઇટલનું દાવેદાર છે. તો ખરેખર ઈંગ્લેન્ડે પોતાના ઘરમાં વિશ્વ ચેમ્પિયન બનીને આ વાત સાચી સાબિત કરી દીધી છે. 


આ ત્રણ વખત ચુકી ગયું હતું ઈંગ્લન્ડ
આ પહેલા પણ ઈંગ્લેન્ડને વિશ્વ કપ જીતવાની તક મળી હતી. 1979, 1987 અને 1992ના વિશ્વ કપ ફાઇનલમાં ક્રિકેટનું જન્મદાતા ઈંગ્લેન્ડનું ભાગ્ય ખરાબ રહ્યું હતું. ઈંગ્લેન્ડને 1979ના વિશ્વ કપની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝે પરાજય આપ્યો હતો. તો 1987મા ઓસ્ટ્રેલિયાએ તેનું વિશ્વકપ જીતવાનું સપનું તોડી દીધું હતું. 1992મા ઈંગ્લેન્ડને હરાવીને પાકિસ્તાનની ટીમ વિશ્વ ચેમ્પિયન બની હતી. આમ ઈંગ્લેન્ડે ત્રણેય વખત રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. 



23 વર્ષ બાદ વર્લ્ડ ક્રિકેટને મળ્યો નવો ચેમ્પિયન, ઈંગ્લેન્ડ જીત્યું ટાઇટલ


1992 વિશ્વ કપ બાદ તો ઈંગ્લેન્ડની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ઈંગ્લેન્ડે વિશ્વ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે 27 વર્ષ રાહ જોવી પડી હતી. 2019ના વિશ્વ કપમાં 27 વર્ષનો ઇંતજાર પૂરો થયો અને ટીમે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચી દીધો છે. 


ક્રિકેટની દુનિયાને મળ્યું છઠ્ઠું ચેમ્પિયન
ક્રિકેટની દુનિયામાં ઈંગ્લેન્ડ છઠ્ઠુ વિશ્વ ચેમ્પિયન છે. આ પહેલા માત્ર પાંચ ટીમ વિશ્વ કપ જીતી શકી હતી. ક્રિકેટ વિશ્વ કપની શરૂઆત 1975મા થઈ હતી. આ પહેલા માત્ર વેસ્ટ ઈન્ડિઝ, ભારત, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કરી શકી છે. 


આ પહેલા 11 સિઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સર્વાધિક 5 વખત ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 2-2 અને શ્રીલંકા અને પાકિસ્તાન 1-1 વખત ચેમ્પિયન બન્યા છે.