ENG vs WI: આજથી ક્રિકેટના નવા યુગની શરૂઆત, ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ રચશે ઈતિહાસ
કોરોના વાયરસ મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બુધવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે, જે ભવિષ્યના ક્રિકેટની દશા અને દિશા પણ નક્કી કરશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બુધવારથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. જે ભવિષ્યમાં ક્રિકેટની દશા અને દિશા પણ નક્કી કરશે. ક્રિકેટના સૌથી પરંપરાગત ફોર્મેટ દ્વારા રમતના નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.
એક યુગ જેમાં મેદાન પર ખેલાડીઓમાં જોશ ભરનારા દર્શકો હશે નહીં. ખેલાડીઓ ગળે મળી શકશે નહીં. સપ્તાહમાં બે વાર કોરોનાની તપાસ થશે અને ખેલાડી હોટલથી બહાર જઈ શકશે નહીં. સાઉથેમ્પટનમાં આ મેચ ભારતીય સમયાનુસાર 3.30 કલાકથી રમાશે.
આ માર્ચ બાદ પ્રથમ ટેસ્ટ મેચ પણ હશે. એઝિયાસ બાઉલ પર રમાનારી મેચમાત્ર ક્રિકેટ જ નહીં, તેનાથી અલગ કારણોથી પણ રમત ઈતિહાસા પાનામાં નોંધાશે. દર્શકો વગર, વારંવાર કોરોના વાયરસના ટેસ્ટ વચ્ચે, સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરતા રમાનાતી મેચ ભવિષ્યની મેચો અને પ્રવાસોની બ્લુપ્રિન્ટ તૈયાર કરશે.
હવે મેદાન પર જોવા મળશે આ ફેરફાર
માત્ર બંન્ને કેપ્ટન બેન સ્ટોક્સ-જેસન હોલ્ડર તથા મેચ રેફરી ક્રિસ બ્રોડ ટોસ માટે બહાર જશે. ટોસમાં કોઈ કેમેરો હશે નહીં અને ન કોઈ હેન્ડશેક થશે. અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ અને રિચર્ડ કેટલબોરો પોતાનો બોલ લઈને આવશે. મેચ દરમિયાન સેનેટાઇઝેશન બ્રેક હશે.
ખેલાડી ગ્લવ્સ, શર્ટ, પાણીની બોટલ, બે કે સ્વેટર કોઈને આપશે નહીં. કોઈ બોલ બોય નહીં હોય, અને ગ્રાઉન્ડ સ્ટાફ મેદાન પર ખેલાડીઓના 20 મીટરના વર્તુળમાં જશે નહીં.
ટીમ શીટ્સ ડિજિટલ હશે. સ્કોરર પેન અને પેન્સિલ એકબીજાને આપશે નહીં. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પહેલા જ બોલ પર લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બે ચેતવણી બાદ પાંચ રનની પેનલ્ટી લાગશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube