કોલંબો (શ્રીલંકા): ઈંગ્લેન્ડે ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીના અંતિમ મેચમાં અહીં સોમવાર (26 નવેમ્બર) શ્રીલંકાને 42  રનથી હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળતા મેળવી છે. ઈંગ્લેન્ડે વિદેશની ધરતી પર 55 વર્ષ બાદ આ  સિદ્ધિ મેળવી છે. શ્રીલંકાને ત્રીજીવાર ઘરઆંગણે તમામ ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.  ઓસ્ટ્રેલિયાએ 2004માં અને ભારતે ગત વર્ષે શ્રીલંકાને ઘરઆંગણે 3-0થી હરાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલંબો ટેસ્ટમાં યજમાન ટીમે ચોથા દિવસે બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા 327 રનના  જવાબમાં 284 રન બનાવી શકી હતી. ઈંગ્લેન્ડના જોની બેયરસ્કોને મેન ઓફ ધ મેચ અને બેન ફોક્સને મેન ઓફ  ધ સીરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


શ્રીલંકાએ સોમવારે પોતાના ત્રીજા દિવસના સ્કોર 4 વિકેટ પર 53 રનથી આગળ રમવાનું શરૂ કર્યું. યજમાન  ટીમની શરૂઆત ખરાબ રહી અને લક્ષણ સંદાકન સાત રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયો હતો. 


ત્યારબાદ છઠ્ઠી વિકેટ માટે કુસલ મેન્ડિસ (86) અને રોશન સિલ્વા (65) વચ્ચે 102 રનની મહત્વની ભાગીદારી  થઈ હતી. મેન્ડિસને જૈક લીચે રન આઉટ કરાવીને ઈંગ્લેન્ડની મેચમાં વાપસી કરાવી હતી. 


હવે આ બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટરે રાજનીતિના મેદાનમાં ઉતરવાનો લીધો નિર્ણય


મેન્ડિસ પેવેલિયન પરત ફર્યા બાદ યજમાન ટીમનો ધબડકો થયો અને 226 રનના સ્કોર 9 વિકેટ ગુમાવી દીધી  હતી. 


મલિંદા પુષ્પકુમારાએ સુરંગા લકમલની સાથે મળીને અંતિમ વિકેટના રૂપમાં 58 રનની ભાગીદારી કરી પરંતુ  ટીમની હાર ટાળવામાં નિષ્ફળ રહ્યાં હતા. લકમલ 11 રનના સ્કોરે લીચે આઉટ કર્યો જ્યારે પુષ્પકુમારા 42 રન  બનાવી અણનમ રહ્યો હતો. 


ઈંગ્લેન્ડ માટે લીચ અને મોઇન અલીએ ચાર-ચાર વિકેટ લીધી હતી. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને એક વિકેટ મળી  હતી. 


ભારત વિરુદ્ધ નહીં રમે સ્મિથ-વોર્નર, પરંતુ આ પ્લાન પર કરી રહ્યાં છે કામ


ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ ટેસ્ટ 211 અને બીજી ટેસ્ટ 57 રને જીતી હતી.