ચેસ્ટર લી સ્ટ્રીટઃ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વિશ્વકપની ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી મેચમાં જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવાનો પ્રયત્ન કરશે. હારથી પણ બંન્ને ટીમોની આશા સમાપ્ત થશે નહીં અને 10 ટીમો વચ્ચે રાઉન્ડ રોબિન આધાર પર રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં તેની પાસે આગળ વધવાની તક બની રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડના 10 પોઈન્ટ છે અને ન્યૂઝીલેન્ડ પર જીતથી તે સેમિફાઇનલમાં પહોંચી જશે. ઈંગ્લેન્ડની ટીમ છેલ્લી મેચમાં ભારત પર 31 રનથી વિજય બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે. આ જીત તેને શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત બે હાર બાદ મળી હતી. જોની બોયરસ્ટો (111) અને જેસન રોય (66)એ પ્રથમ વિકેટ માટે 160 રન જોડ્યા ત્યારબાદ બેન સ્ટોક્સે 79 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. જેની મદદથી ઈંગ્લેન્ડે સાત વિકેટ પર 337 રન બનાવ્યા. પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીતવાની ફેવરિટ ઈંગ્લેન્ડે ત્યારબાદ સારી બોલિંગ અને ફીલ્ડિંગ કરી હતી. 


બીજીતરફ ન્યૂઝીલેન્ડ સતત બે મેચોમાં હાર બાદ આ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. તેણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હેટ્રિક ઝડપનાર ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ડ અને તોફાની બેટ્સમેન લોકી ફર્ગ્યુસનનો સામનો કરવો પોઈપણ ટીમ માટે પડકાર હશે. ન્યૂઝીલેન્ડ સ્પિનર ઈશ સોઢીના સ્થાન પર અન્ય એક ફાસ્ટ બોલર મેટ હેનરીને ટીમમાં સામેલ કરી શકે છે કારણ કે રિવરસાઇડની પિચથી સ્પિનરોને વધુ મદદ મળતી નથી. પરંતુ જ્યાં ઈંગ્લેન્ડના બેટ્સમેન સારા ફોર્મમાં છે તો ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમસન અને સીનિયર બેટ્સમેન રોસ ટેલર પર વધુ નિર્ભર છે. કોલિન મુનરોએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો. ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટેલિ શ્રીલંકા વિરુદ્ધ અણનમ 73 રન બનાવ્યા બાદ આગામી છ ઈનિંગમાં માત્ર 85 રન બનાવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમ પણ સારી બેટિંગ કરી શક્યો નથી. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 8.2ની એવરેજથી રન બનાવ્યા છે. 


નંબર ગેમઃ
- 89 વનડે રમાઇ છે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે. તેમાંથી ન્યૂઝીલેન્ડે 43 અને ઈંગ્લેન્ડે 40 મેચ જીતી, જ્યારે બે મેચ ટાઈ અને ચારનું પરિણામ આવ્યું નથી. 
- 30 વનડે મેચ રમાઈ છે ન્યૂઝીલેન્ડ તથા ઈંગ્લેન્ડ વચ્ચે ઈંગ્લિશની ધરતી પર. તેમાંથી ઈંગ્લેન્ડે 16 અને ન્યૂઝીલેન્ડે 12 મેચ જીતી. બે મેચ રદ્દ રહી. 
- 8 વનડે રમાઈ છે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશ્વ કપમાં. તેમાંથી પાંચમાં ન્યૂઝીલેન્ડ અને ત્રણ મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો છે.
-04 વનડે રમાઈ છે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશ્વકપમાં ઈંગ્લેન્ડની ધરતી પર. તેમાંથી ન્યૂઝીલેન્ડે એક અને ઈંગ્લેન્ડે ત્રણ મેચ જીતી છે.