નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની શરૂઆત તો ઈંગ્લેન્ડ માટે સારી ન રહીં પરંતુ તેનો અંત શાનદાર જીત સાથે કર્યો હતો. ઈંગ્લેન્ડે સેન્ટ લુસિયામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ 232 રનથી જીતી હતી. પરંતુ પ્રથમ બે ટેસ્ટ ગુમાવવાને કારણે 3 મેચોની સિરીઝ ઈંગ્લન્ડે 1-2થી ગુમાવી હતી. ઈંગ્લેન્ડ માટે સેન્ટ લુસિયા ટેસ્ટમાં મળેલી જીતથી પણ કોઈ ફાયદો ન થયો, કારણ કે તે આઈસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં તેને બે સ્થાનનું નુકસાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની શરૂઆત નંબર 3 ટેસ્ટ ટીમના હેસિયતથી કરી હતી. પરંતુ સિરીઝ પૂરી થઈ તો ઈંગ્લેન્ડ પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. કેરેબિયનની ધરતી પર શ્રેણી ગુમાવવાથી તેને 4 પોઈન્ટનું નુકસાન થયું છે, હવે તેના 104 પોઈન્ટ છે. ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ઈંગ્લેન્ડને નુકસાન થવાનો ફાયદો ઓસ્ટ્રેલિયાને થયો છે અને તે ચોથા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાના પણ 104 રેટિંગ પોઈન્ટ છે પરંતુ દશકની ગણતરી પ્રમાણે તે ઈંગ્લેન્ડથી આગળ છે. બીજીતરફ સિરીઝ જીતનાર વેસ્ટ ઈન્ડિઝને સાત પોઈન્ટનો ફાયદો થતાં તે આઠમાં સ્થાને પહોંચી ગઈ છે. 


ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને
ટેસ્ટ ટીમ રેન્કિંગમાં લાંબા સમયથી પ્રથમ સ્થાને રહેલી ટીમ ઈન્ડિયાની બાદશાહત યથાવત છે. તો આફ્રિકા બીજા અને ન્યૂઝીલેન્ડ ત્રીજા સ્થાને છે. 


નવા ટેસ્ટ ટીમ રેન્કિંગને જોઈને તે વાતનો અંદાજ લગાવી શકાય છે કે, ક્રિકેટના લાંબા ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાને છોડીને બાકીની એશિયન ટીમો પતન તરફ છે. 90ના દાયકામાં જે શ્રીલંકા અને પાકિસ્તાની ટીમનો દબદબો હતો તે આજે છઠ્ઠા અને સાતમાં સ્થાને છે.