લીડ્સ (ઈંગ્લેન્ડ):  ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 8 વિકેટે પરાજય આપીને વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે આપેલા 257 રનનો લક્ષ્ય ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 44.3 ઓવરમાં હાસિલ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટ અણનમ 100 અને મોર્ગને અણનમ 88 રન બનાવ્યા હતા.બેટિંગમાં મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહેલી ભારતીય ટીમ આજે બોલિંગમાં પણ નિષ્ફળ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ માટે બેયરસ્ટો અને વિન્સેએ શાનદાર શરૂઆત કરી હતી. માત્ર 4.4 ઓવરમાં બંન્નેએ પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા હતા. બેયરસ્ટો 13 બોલમાં 30 રન બનાવીને શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. તેણે 7 બાઉન્ટ્રી ફટકારી હતી. ત્યારબાદ 74 રનના કુલ સ્કોરે ઈંગ્લેન્ડે બીજી વિકેટ ગુમાવી હતી. વિન્સે 27 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. 


ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને આપ્યો 257નો લક્ષ્ય
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં આઠ વિકેટે 256 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીત માટે 257નો ટાર્ગેટ આપ્યો. ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન કોહલીએ સૌથી વદુ 71 રન બનાવ્યા, જ્યારે પૂર્વ કેપ્ટન ધોનીએ 42 રનનું યોગદાન આપ્યું હતું. 


આ સિવાય શિખર ધવને 44 રનની ઉપયોગી ઈનિંગ રમી. ભુવનેશ્વર કુમાર (21) અને શાર્દુલ ઠાકુર (22 અણનમ) વચ્ચે અંતમાં આઠમી વિકેટ માટે થયેલી 35 રનોની ભાગીદારી ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી. ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદ અને ડેવિડ વિલીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. માર્કવુડને એક સફળતા મળી હતી. 


ટીમ ઈન્ડિયાની ધીમી બેટિંગ
ભારતીય ઈનિંગ દરમિયાન પ્રથમ ઓવર નાખવા આવેલ ઈંગ્લિશ બોલર માર્ક વુડને પિચમાંથી સ્વિંગ મળી અને તેની સાથે રોહિત ખાતુ પણ ન ખોલી શક્યો. પ્રથમ ઓવર મેડન રહી. 


બીજી ઓવરમાં માત્ર ત્રણ રન બન્યા હતા. ટીમ ઈન્ડિયાની શરૂઆત ધીમી રહી જેની અસર છઠ્ઠી ઓવરમાં દેખાઈ જ્યારે રોહિત શર્મા માર્ક વુડની ઓવરમાં કેચઆઉટ થયો. શર્મા આ મેચમાં પણ ફ્લોપ રહ્યો અને તેણે માત્ર 2 રન બનાવ્યા હતા. 


જ્યારે ટીમનો સ્કોર 13 રન પર એક વિકેટ હતી ત્યારે કેપ્ટન વિરાટ કોહલી અને ધવને બીજીવિકેટ માટે 71 રનની ભાગીદારી કરી. પરંતુ 18મી ઓવરમાં ટીમ ઈન્ડિયાને બીજો ઝટકો લાગ્યો. સ્ટોક્સના શાનદાર થ્રો દ્વારા ધવન રનઆઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 7 બાઉન્ટ્રી ફટકારી હતી. 


કોહલીએ આ મેચમાં રાહુલના સ્થાને કાર્તિકને ટીમમાં જગ્યા આપી હતી. કાર્તિકે સારી શરૂઆત કરી, પરંતુ તે 22 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો. રાશિદે 156ના કુલ સ્કોરે કોહલીને બોલ્ડ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો. 


હવે જવાબદારી ટીમના બે સૌથી અનુભવી બેટ્સમેન રૈના અને ધોની પર હતી. પરંતુ રૈના માત્ર 1 રન બનાવી રાશિદનો ત્રીજો શિકાર બન્યો હતો.