લંડનઃ jenny gunn Retirement: ઈંગ્લેન્ડની ટીમને ત્રણ વખત વિશ્વ વિજેતા બનાવનાર દિગ્ગજ મહિલા ઓલરાઉન્ડર જેની ગુન (jenny gunn)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દીધું છે. છેલ્લા ઘણા સમયથી ઈજાનો સામનો કરી રહેલી જેની ગુને અંતે ક્રિકેટને બાય-બાય કર્યું છે. મંગળવારે જેની ગુને પોતાના આ મોટા નિર્ણયની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી જેની ગુન બીજી ઈંગ્લિશ ખેલાડી છે. જેની ગુનનું આંતરરાષ્ટ્રીય કરિયર આશરે 15 વર્ષનું રહ્યું છે, જેમાં તેણે 259 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. દિગ્ગજ ઓલરાઉન્ડર જેની ગુનના ક્રિકેટ કરિયર સાથે જોડાયેલી ખાસ વાત છે કે તેના ટીમમાં રહેતા ઈંગ્લેન્ડ મહિલા ટીમ ત્રણ વખત વિશ્વ વિજેતા બની છે. 


વર્ષ 2009મા ઈંગ્લેન્ડ મહિલા ટીમે વનડે મહિલા વિશ્વ કપ જીત્યો હતો. તે વર્ષે ટીમના ખાતામાં ટી20 વિશ્વકપ પણ ગયો હતો. તો વર્ષ 2017મા એકવાર ફરી ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપ વિજેતા બની હતી. આ દરમિયાન પણ જેની ગુન ટીમની સભ્ય હતી. એટલું જ નહીં, જેની ગુન પાંચ વખત એશિઝ સિરીઝની વિજયી ટીમ ઈંગ્લેન્ડની સભ્ય રહી છે. 


તમને જણાવી દઈએ કે ઓલરાઉન્ડર જેની ગુને વર્ષ 2004મા ઈંગ્લેન્ડ મહિલા ટીમ માટે આંતરરાષ્ટ્રીય પર્દાપણ કર્યું હતું. આફ્રિકા વિરુદ્ધ જેની ગુને માત્ર 18 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો હતો. જેની ગુને 33 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. જે મુકાબલાથી જેની ગુને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગ મુક્યો તે ઈંગ્લેન્ડ મહિલા ટીમની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ હતી. 

B'day Special: જાણો દિગ્ગજ ઓલરાઉન્ડર કાલિસની રોમાંચક વાતો


જેની ગુન 100 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. તે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારી ઈંગ્લેન્ડની ત્રીજી ખેલાડી છે, જ્યારે વનડેમાં આ કમાલ કરનારી ઈંગ્લેન્ડની બીજી મહિલા ખેલાડી છે. 


33 વર્ષની જેની ગુને પોતાની ટીમ માટે 11 ટેસ્ટ મેચ રમી છે. આ 1 ટેસ્ટ મેચોમાં તેણે 391 રન બનાવ્યા, તો 29 વિકેટ પણ પોતાના નામે કરી હતી. 144 વનડે મેચોમાં જેની ગુને 1629 રનની સાથે 136 વિકેટ પણ પોતાના નામે કરી હતી. તો ટી20 ક્રિકેટમાં તેના નામે 104 મેચોમાં 682 રન સિવાય 75 વિકેટ પણ છે.