મુંબઈઃ ઈંગ્લેન્ડની મહિલા ટીમે આગામી ટી20 ત્રિકોણીય શ્રેણી પહેલા આયોજીત બે પ્રેક્ટિસ મેચના શરૂઆતી મેચમાં સોમવારે ભારત એને 45 રને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડની ટીમે બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ત્રિકોણીય શ્રેણીમાં ભારત અને ઈંગ્લેન્ડ સિવાય ત્રીજી ટીમ ઓસ્ટ્રેલિયા છે. ઈંગ્લેન્ડની મહિલા ટીમે બ્રૈબોર્ન સ્ટેડિયમમાં ચાર વિકેટ પર 176નો વિશાળ સ્કોર બનાવ્યો અને તેણે ભારતીય એ ટીમને 131 રન બનાવી ઓલઆઉટ કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યજમાન ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. બ્રાયોની સ્મિથ (38 બોલમાં 50 રન), તમસિન બ્યૂમોંટ (41 બોલમાં અણનમ 57 રન) અને કેપ્ટન હીથર નાઇટ (24 બોલમાં 52 રન)ની અર્ધસદીની મદદથી વિશાળ સ્કોર બનાવ્યો. 


ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારત એના નબળા બોલિંગ આક્રમણનો ફાયદો ઉઠાવ્યો. ભારતીય ટીમ તરફથી રાધા યાદવે 37 રન આપીને બે વિકેટ ઝડપી હતી. 


આ ટાર્ગેટ હાંસિલ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે માત્ર ડી હેમલતા (32 બોલમાં 41 રન)એ શાનદાર બેટિંગ કરી અન્ય બેટ્સમેનો યોગદાન આપવામાં નિષ્ફળ રહી. એસ મેઘના (08), વનીતા વી આર (23), એચ બી દેઓલ (05), તરન્નુમ પઠાન (શૂન્ય), શેરોલ રોજારિયો (10), રાધા યાદવ (17), અરુધંતી રેડ્ડી (09), આર કલ્પના (07) અને શાંતિ કુમારી (04) રન બનાવી આઉટ થયા હતા. 


ઈંગ્લેન્ડ તરફથી ફાસ્ટ બોલર અન્યા શ્રબસોલ, નતાશા ફરાંટ અને નટાલી સ્કિવરે બે-બે વિકેટ મેળવી. બીજો પ્રેક્ટિસ મેચ આવતીકાલે રમાશે.