Moeen Ali Corona: ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઈન અલી કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત
Moeen Ali Corona Virus: ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર મોઈન અલી કોરોનાના નવાસ્ટ્રેનથી સંક્રમિત થયો છે. ઈંગ્લેન્ડની ટીમ આ સમયે શ્રીલંકાના પ્રવાસ પર છે. આ સમાચાર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે.
કોલંબોઃ Moeen Ali New Corona Strain: મોઇન અલીનો થોડા દિવસ પહેલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે સમાચાર મળી રહ્યાં છે કે તે યૂકેના નવા કોરોના વારરસથી સંક્રમિત છે.
ઈંગ્લેન્ડની ટીમ આ સમયે શ્રીલંકાના પ્રવાસ પર છે. ટીમ માટે એક ખરાબ સમાચાર છે કે ટીમનો ઓલરાઉન્ડર મોઇન અલી કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત છે. ટીમ 10 દિવસ પહેલા શ્રીલંકા પહોંચી હતી. ત્યારે અલી કોરોના પોઝિટિવ આવતા તેને અલગ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ખેલાડીઓને ઈજા, આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે આઈપીએલ પર ફોડ્યું ઠીકરું
શ્રીલંકાના મુખ્ય એપિડિમિઓલોજિસ્ટ (મહામારી વિજ્ઞાન નિષ્ણાંત) હેમંત હેરાથે કોલંબોમાં રિપોર્ટ્સને જણાવ્યુ કે, 33 વર્ષીય અલી શ્રીલંકામાં નવા યૂકે સ્ટ્રેનથી સંક્રમિત છે. આ સ્ટ્રેનને વધુ સંક્રામક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલય આ વાતને લઈને ખુબ સાવધાની રાખી રહ્યું છે કે અલીથી આ બીમારી શ્રીલંકામાં ન પ્રસરે.
બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર લાગેલો પ્રતિબંધ ઈંગ્લેન્ડની ટીમ પર લાગૂ થતો નથી. આ ટીમ ચાર્ટેડ એરક્રાફ્ટથી અહીં પહોંચી હતી. ટીમે અહીં બે ટેસ્ટ મેચ રમવાની છે. પ્રથમ ટેસ્ટનો આજથી પ્રારંભ થઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube