નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસનને ભારત વિરુદ્ધ રમાનારી ટેસ્ટ શ્રેણી પહેલા સંપૂર્ણ રીતે ફીટ થવા માટે 6 સપ્તાહનો આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન તે કોઇપણ પ્રકારના ક્રિકેટથી દૂર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આજે તેની જાણકારી આપતા જણાવ્યું કે, દેશ માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનાર લંકાશરનો આ સ્વિંગ બેટ્સમેન આ દરમિયાન ક્રિકેટથી દૂર રહેશે અને આ સમય તેની ખભાની ઈજામાંથી બહાર આવવામાં મદદ મળશે. 


એન્ડરસને 138 ટેસ્ટ મેચોમાં 540 વિકેટ ઝડપી છે, જે લંકાશર માટે આગામી બે કાઉન્ટી મેચોમાં નહીં રમે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ શ્રેણી એક ઓગસ્ટથી શરૂ થઈને ચ સપ્તાહ સુધી ચાલશે. 


ઈંગ્લેન્ડના કોચ ટ્રેવર બેલિસે કહ્યું, આ જરૂરી છે કે આ પહેલા એન્ડરસન પૂર્ણ રીતે ફીટ થાઈ. 35 વર્ષિય એન્ડરસન હવે એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમતો નથી. 


બેલિસે ઈસીબી તરફથી જારી નિવેદનમાં કહ્યું, ભારત વિરુદ્ધ અમારે એક ઓગસ્ટથી 6 સપ્તાહમાં 5 ટેસ્ટ મેચ રમવી જરૂરી છે, જે અમારા બોલરો માટે મુશ્કેલ અને પડકારજનક હશે. અમારા માટે તે નક્કી કરવાનું છે કે એન્ડરસન શ્રેણીમાં સંપૂર્ણ ફીટ હોય.