લંડનઃ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે ગુરૂવારે આઈપીએલની આગામી સિઝન માટે બહાર થઈ ગયો, પૂર્વ ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાની સત્તાવાર વેબસાઇટ પર પુષ્ટિ કરી છે કે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમનાર આર્ચર ઈંગ્લેન્ડના શ્રીલંકાના ટેસ્ટ પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો છે. તે ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે તેવી સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસીબીએ કહ્યું, 'આર્ચરની ડાબી કોણીમાં ઈજાના બ્રિટનમાં બુધવારે સ્કેન થયા જેમાં સામાન્ય સ્ટ્રેસ ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે. હવે તે ઈસીબીની મેડિકલ ટીમની સાથે રિહેબિલિટેશન કાર્યક્રમાં ભાગ લેશે જેથી જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની સાથે શરૂ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય સત્રની તૈયારી કરી શકે.'


ડિસેમ્બરમાં આફ્રિકામાં રમાયેલી સિરીઝ દરમિયાન આર્ચરને ડાબી કોણીમાં મુશ્કેલી થઈ હતી. આ કારણે તે પ્રવાસ પર બોક્સિંડ ડે ટેસ્ટ મેચ જ રમી શક્યો હતો. બારબાડોસમાં જન્મેલ 24 વર્ષીય આર્ચરે 7 ટેસ્ટ અને 14 વનડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતા ક્રમશઃ 30 અને 23 વિકેટ ઝડપી છે. 


આર્ચરે આઈપીએલમાં અત્યાર સુધી કુલ 21 મેચ રમી છે, જેમાં કુલ 26 વિકેટ ઝડપી છે. પાછલી સિઝનમાં રાજસ્થાન માટે રમતા તેણે 11 મેચોમાં 11 વિકેટ ઝડપી હતી. 


પોન્ટિંગ અને ગિલક્રિસ્ટ કરશે બુશફાયર ક્રિકેટ મેચમાં આગેવાની 


આર્ચરના બહાર થવાથી રાજસ્થાન ટીમને આગામી મહિને શરૂ થઈ રહેલા આઈપીએલ પહેલા ઝટકો લાગ્યો છે. આઈપીએલમાં આર્ચરે 21 મેચોમાં 23.69ની એવરેજથી 26 વિકેટ ઝડપી છે. આ ફાસ્ટ બોલરે 2018માં પોતાની પ્રથમ સિઝનમાં 10 મેચોમાં 21.66ની એવરેજથી 15 વિકેટ ઝડપી હતી. ત્યારબાદની સિઝનમાં તેણે 11 વિકેટ પોતાના નામે કરી હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર