લંડનઃ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપ ફાઇનલમાં પહોંચી ગઈ છે. 1992 બાદ આ પ્રથમ તક છે જ્યારે ક્રિકેટના જનક મનાતો દેશ ઈંગ્લેન્ડ વિશ્વ કપના ટાઇટલ મુકાબલામાં પહોંચ્યો છે. 44 વર્ષની આ ટૂર્નામેન્ટને ઈંગ્લેન્ડ ક્યારેય જીતી શક્યું નછી. હવે રવિવારે ટીમનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે જે સતત બીજીવાર ફાઇનલમાં પહોંચ્યું છે. આપણે નજર કરીએ કે વિશ્વ કપ ફાઇનલમાં અત્યાર સુધી ઈંગ્લેન્ડનું પ્રદર્શન કેવું રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1992: પાકિસ્તાન સામે હાર્યું
ઈંગ્લેન્ડ 1992મા વિશ્વ કપ ફાઇનલમાં પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રમાયેલી ફાઇનલ મેચને વસીમ અકરમના તે બે બોલ માટે યાદ કરવામાં આવે છે જેણે એલન લૈંબ અને ક્રિસ લુઇસને આઉટ કર્યાં હતા. રમતના મહત્વના સમયે મળેલી આ વિકેટોએ ઈંગ્લેન્ડને ટાઇટલથી દૂર કર્યું અને પાકિસ્તાન પ્રથમ વખત ચેમ્પિયન બન્યું હતું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન ઇમરાન ખાનના 72 અને અને જાવેદ મિયાંદાદે 58 રનનું યોગદાન આપ્યું હતું. પાક ટીમને અસલ ગતિ ઇંઝમામ ઉલ હક 35 બોલમાં 42 રન અને અકરમ 18 બોલ પર 3 રને આપી હતી. તેની મદદથી ટીમે 50 ઓવરમાં 6 વિકેટ પર 249 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો. 


ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી. ઇયાન બોથમ શૂન્ય પર અકરમનો શિકાર બન્યા હતા. 59 રન સુધી ઈંગ્લેન્ડના ચાર બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ નીલ ફેયરબ્રદર અને એલન લૈંબ સ્કોરને 141 રન સુધી લઈ ગયા હતા. અહીં અકરમના તે બે બોલ આવ્યા જેણે પ્રથમ બોલ પર લૈંબ અને પછી લુઈસને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ઘકેલી દીધું હતું. અને જ્યારે ફેયરબ્રદર 62 રન બનાવીને આઉટ થયા તો ઈંગ્લેન્ડનો સ્કોર 7 વિકેટ પર 180 રન હતો. ડરમટ રીવ, ડેરેક પ્રિંગલ, ફિલિપ ડિફ્રેટિસ અને રિચર્ડ લિંગવર્થના પ્રયાસો નિષ્ફળ રહ્યાં. ઈંગ્લેન્ડ 227 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાને 22 રને વિજય મેળવ્યો હતો. પાકિસ્તાન તરફથી મુશ્તાક અહમદ અને વસીમ અકરમે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.


1987: ઓસ્ટ્રેલિયા સામે હાર્યું
ઈંગ્લેન્ડની ટીમ ફાઇનલ રમવા કોલકત્તા પહોંચી ચુકી હતી. સેમિફાઇનલમાં ગ્રાહમ ગૂચની શાનદાર સદીએ ભારતના સપનાને તોડીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. પરંતુ માઇક ગેટિંગની રિવર્સ સ્વીપે ઈંગ્લેન્ડને એવી મુશ્કેલીમાં ફસાવ્યું કે ટીમ પોતાનું ટાઇટલ જીતવાથી ચુકી ગઈ. આ એક શોટે ઓસ્ટ્રેલિયા, જે તે સમયે ઘણી નબળી માનવામાં આવી રહી હતી, ને ન માત્ર ટાઇટલ અપાવ્યું પરંતુ એલન બોર્ડરને ઓસ્ટ્રેલિયાની આગેવાનીને મજબૂત કરી. 


બોર્ડરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ડેવિડ બૂને 75 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ પર 253 રન બનાવ્યા. જેના જવાબમાં ઈંગ્લેન્ડ તમામ પ્રયત્નો છતાં 8 વિકેટ પર 246 રન બનાવી શક્યું હતું. 


1979: વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યું
ઈંગ્લેન્ડના કેપ્ટન માઇક બ્રેયરલીએ ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સ્કોરબોર્ડ પર 22 રન હતા જ્યારે ગોડન ગ્રીનિચ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ દુનિયાએ જે જોયું તે વિવિયન રિચર્ડ્સ શો હતો. તેને કોલિસ કિંગનો સાથ મળ્યો. 99ના સ્કોર પર વેસ્ટ ઈન્ડિઝના ચાર બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. બંન્નેએ પાંચમી વિકેટ માટે 139 રનની ભાગીદારી કરી. કિંગ વધુ આક્રમક લાગ્યા અને 66 બોલ પર 86 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારે સ્કોર 238 હતો. કિંગે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આક્રમક બેટિંગ માટે જાણીતા રિચર્ડ્સ અહીં સહાયકની ભૂમિકામાં હતા. વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 60 ઓવરોમાં 9 વિકેટ પર 286 રન બનાવ્યા. રિચર્ડ્સ 138 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


પ્રથમ વિકેટ માટે બેયરલી અને જેફ્રી બોયકોટે 129 રનની ભાગીદારી કરી. માઇકલ હોલ્ડિંગે બેયરલી 64 અને બોયકોટને 57 રન પર આઉટ કર્યાં હતા. ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 183 રન હતો. પરંતુ ત્યારબાદ જો ગાર્ડન શો શરૂ થયો. તેમણે કુલ 5 વિકેટ ઝડપી અને ઈંગ્લેન્ડની ટીમ 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ઈંગ્લેન્ડના છેલ્લા સાત બેટ્સમેનોમાં તો પાંચ ખાતું પણ ન ખોલાવી શક્યા. એડ્મંડ્સ 5 રન બનાવી અણનમ રહ્યાં હતા. વેસ્ટ ઈન્ડિઝે આ મેચ 92 રને જીતી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર