લંડનઃ ઈંગ્લેન્ડના વિશ્વ કપ વિજેતા ફુટબોલ ખેલાડી અને આયર્લેન્ડના પૂર્વ કોચ જેક ચાર્લટન (Jack Charlton)નું 85 વર્ષની ઉંમરે શુક્રવારે નિધન થઈ ગયું છે. તેમનું નિધન ઈંગ્લેન્ડના પૂર્વોત્તરમાં નોર્થમ્બરલેન્ડ સ્થિત તેમના પૈતૃક ઘરમાં થયું છે. પરિવાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું, તેઓ ઘણા લોકો માટે મિત્ર હોવાની સાથે-સાથે પ્રેમ કરનાર પતિ, પિતા, દાદા અને પરદાદા હતા. અમે વ્યક્ત ન કરી શકીએ તેમના અસાધારણ જીવન માટે કેટલા ગૌરવશાળી છીએ. તેઓ એક ઇમાનદાર, દયાળુ, મજાકિયા અને સાચા માણસ હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ ટીમે ટ્વીટ કર્યું, અમે ખુબ દુખી છીએ. તેમની સૌથી મોટી સિદ્ધિ 1966 વિશ્વ કપ ફાઇનલમાં વેમ્બલી સ્ટેડિયમમાં વધારાના સમય બાદ જર્મનીને 4-2થી પરાજય આપીને ચેમ્પિયન બનાવવાની હતી. ડિફેન્સના ખેલાડી ચાર્લટને 1966માં ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 


આ ટીમમાં તેમના ભાઈ બોબી ચાર્લટન પણ હતા. તેમણે 1965થી 1970 સુધી ઈંગ્લેન્ડ માટે 35 મેચ રમી અને 1967માં તેઓ ઈંગ્લેનડના વર્ષના સર્વશ્રેષ્ઠ ફુટબોલર પસંદ થયા હતા. તેમનું ઘરેલૂ કરિયર લીડ્સની સાથે 1952-73 સુધી ચાલ્યું, આ દરમિયાન તેમણે રેકોર્ડ 773 મેચ રમી હતી. 


તેઓ 1969માં લીગ ટાઇટલ જીતવા સહિત ડોમેસ્ટિક ટાઇટલ જીતનારી ટીમના સભ્ય રહ્યાં હતા. 1986માં આયર્લેન્ડના કોચ બન્યા અને તેમની દેખરેખમાં ટીમ 1990 વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર