Eoin Morgan Retirement: ઈંગ્લેન્ડને ઝટકો, પહેલો વર્લ્ડકપ જીતાડનાર મોર્ગેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે મોર્ગન મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ વાત સાચી પડી છે. મોર્ગન ઈંગ્લેન્ડનો સૌથી સફળ વનડે કેપ્ટન રહ્યો છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ઈંગ્લેન્ડને ODI વર્લ્ડકપ (2019)નો ખિતાબ જીતાડ્યો છે.
Eoin Morgan Retirement: ઈંગ્લેન્ડ ટીમ માટે આજનો દિવસ હંમેશાં માટે યાદ રહેશે. ઈંગ્લેન્ડની સફેદ બોલ ક્રિકેટ (ODI-T20) ટીમના કેપ્ટન ઓએન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષીય મોર્ગનની ક્રિકેટ કારકિર્દી 16 વર્ષની છે. મોર્ગને આ નિર્ણય ટીમ ઈન્ડિયા સામેની સીરિઝ પહેલા લીધો છે. વાસ્તવમાં ભારતીય ટીમ હાલના દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં રોહિત શર્માની કપ્તાનીમાં એક ટેસ્ટ, ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની સીરિઝ રમવાની છે. જ્યારે ટી20 સીરિઝ 7 જુલાઈથી શરૂ થશે.
મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો
હાલમાં જ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે મોર્ગન મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. આ વાત સાચી પડી છે. મોર્ગન ઈંગ્લેન્ડનો સૌથી સફળ વનડે કેપ્ટન રહ્યો છે. તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ઈંગ્લેન્ડને ODI વર્લ્ડકપ (2019)નો ખિતાબ જીતાડ્યો છે. મોર્ગને 126 વનડેમાં ઈંગ્લિશ ટીમની કેપ્ટનશિપ કરી હતી, જેમાં ટીમ 76 જીતી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube