નવી દિલ્હીઃ ભારત વિરુદ્ધ રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સિરીઝના બીજા મુકાબલા પહેલા ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ વનડેમાં ઈજાગ્રસ્ત થયેલ કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. શુક્રવારે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે રમાવાની છે. હવે વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર તેના સ્થાને બાકી મુકાબલામાં ટીમની કમાન સંભાળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન મોર્ગનને સિરીઝના પ્રથમ મુકાબલામાં ફીલ્ડિંગ કરવા દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. તેના ડાબા હાથનો અંગુઠો અને આંગળી ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેના હાથમાં ચાર ટાકા લગાવવામાં આવ્યા હતા. મેચ બાદ મોર્ગને કહ્યુ હતુ કે, હાલ કંઈ કહી શકાય નહીં પરંતુ ઓછામાં ઓછા 24 કલાક રાહ જોવી પડશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આજે જાણકારી આપી છે કે મોર્ગન બાકીની બે વનડેમાં રમશે નહીં. 


IND vs ENG: સિરીઝ જીતવા પર ભારતની નજર, સૂર્યકુમાર યાદવને મળી શકે છે તક


બે ખેલાડી બહાર
ઇયોન મોર્ગનની સાથે બેટ્સમેન સેમ બિલિંગ્સ પણ પ્રથમ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. બિલિંગ્સની ઈજા પણ ગંભીર છે અને તે બાકીની બન્ને મેચ રમશે નહીં. આ સાથે બન્ને ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતમાં રમશે કે નહીં તેના પર પણ શંકા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube