દુબઈઃ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં ધીમી ઓવરગતિને કારણે એક મેચ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેના પર મેચ ફીના 40 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈસીસી મેચ સેફરીની પેનલમાં સામેલ રિચી રિચર્ડસને મોર્ગનને આ સજા સંભળાવી છે. ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત સમયની અંદર બે ઓવર પાછળ હતી. ઈંગ્લેન્ડના બાકી ખેલાડીઓ પર મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી આચાર સંહિતાના કલમ 2.22.1 હેઠળ ધીમી ઓવરગતિ સાથે જોડાયેલા અપરાધોમાં ખેલાડીઓએ દરેક ઓવર માટે મેચ ફીના 10 ટકા અને કેપ્ટને ડબલ રકમ આપવાની હોય છે. મોર્ગન આ વર્ષએ બીજીવાર દોષી સાબિત થયો છએ જેના પર એક મેચનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે. તે હવે પાકિસ્તાન સામે આગામી ચોથી વનડેમાં રમશે નહીં. 


ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોને પણ આઈસીસી આચાર સંહિતાના લેવલ એક હેઠળ ફટકાર લગાવવામાં આવી છે. તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. ઈનિંગની 29મી ઓવરમાં આઉટ થવા પર તેણે પોતાનું બેટ સ્ટમ્પ પર માર્યું હતું.