EPL 2019-20: સિઝનની પ્રથમ મેચમાં લિવરપૂલે નોરવિચ સિટીને હરાવ્યું, ગોલકીપર એલિસન બેકર ઈજાગ્રસ્ત
ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં લિવરપૂલે નોરવિચ સિટીને હરાવીને જીતની સાથે નવી સિઝનની શરૂઆત કરી હતી.
લિવરપૂલઃ ઇંગ્લિશ પ્રીમિયર લીગની 28મી સિઝનની પ્રથમ મેચમાં લિવરપૂલે નોરવિચ સિટીને 4-1થી પરાજય આપ્યો હતો. આ મેચમાં લિવરપૂલે સ્ટાર ગોલકીપર એલિસન બેકર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તે એક સપ્તાહ સુધી રમી શકશે નહીં. લિવરપૂલે છેલ્લી સિઝનમાં ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. તે પોઈન્ટથી પ્રીમિયર લીગનું ટાઇટલ જીતવાથી ચુકી ગયું હતું. લિવરપૂલનો આગામી મુકાબલો 17 ઓગસ્ટથી સાઉથમ્પ્ટનમાં થશે.
મેચનો પ્રથમ ગોલ નોરવિચ સિટીના ગ્રાન્ટ હેનલેએ કર્યો હતો. તેણે સાતમી મિનિટમાં આત્મઘાતી ગોલ કરતા ટીમને પાછળ કરી દીધી હતી. લિવરપૂલ 1-0ની લીડ બાદ આક્રમક થઈને રમ્યું હતું. 19મી મિનિટમાં સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સાલાહે ગોલ કરી દીધો હતો. ત્યારબાદ વર્જિત વાન ડિકે 28મી ઓવરમાં ડિવોત ઓરિજિએ 42મી મિનિટમાં ગોલ કરીને ટીમને 4-0થી આગળ કરી દીધી હતી.
નોરવિચ માટે ટીમૂ પુક્કીએ ગોલ કર્યો
હાઇટાઇમ બાદ મેચમાં વધુ એક ગોલ થયો હતો. 64મી મિનિટમાં નોરવિચ સિટીના ટીમૂ પુક્કીએ ગોલ કરી સ્કોર 4-1 કરી દીધો હતો. ત્યારબાદ નોરવિચ એકપણ ગોલ ન કરી શક્યું. લિવરપૂલનો એલિસન મેચ શરૂ થયાના તુરંત બાદ જ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. આગામી સપ્તાહે સાઉથમ્પ્ટનની વિરુદ્ધ તેના રમવા પર શંકા છે.