IND vs BAN: કેએલ રાહુલ અને જાડેજામાંથી બેસ્ટ કોણ? કોચ મૂંઝવણમાં! આ રીતે નક્કી કર્યો શ્રેષ્ઠ ફિલ્ડરનો મેડલ
IND vs BAN: ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની ચોથી મેચમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને જીત મેળવીને મોટો અપસેટ સર્જ્યો છે. આ મેચમાં ટીમના ફિલ્ડિંગ કોચે રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલમાંથી એકને બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેથનો મેડલ આપ્યો હતો.
Best Fielder of the Match vs BAN: વર્લ્ડકપ 2023માં ભારતીય ડ્રેસિંગ રૂમમાં એક ફેરફાર જોવા મળે છે. ટીમના દરેક મેચ બાદ 11 ખેલાડીઓમાંથી કોઈ એકને બેસ્ટ ફીલ્ડર ઓફ ધ મેચ આપવામાં આવે છે. ભારત બાંગ્લાદેશની વચ્ચે રમાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બન્ને જણાંએ એકથી એક ચઢીયાતા કેચ પકડ્યા હતા. BCCI એ વીડિયો શેર કરીને બાંગ્લાદેશ વિરુદ્ધ ફીલ્ડર ઓફ ધ મેચની જાહેરાત કરી છે.
રવિન્દ્ર જાડેજા અને રાહુલમાંથી કોચ થયા કન્ફ્યૂઝ!
બાંગ્લાદેશ પર 7 વિકેટથી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં જબરદસ્ત માહોલ જોવા મળ્યો. ટીમના ફીલ્ડિંગ કોચ ટી દિલીપે તમામ ખેલાડીઓની પ્રશંસા કરી અને કોચે ખાસ કરીને રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને કેએલ રાહુલની ફીલ્ડિંગની પ્રશંસા કરી. કોચ દિલીપ કેએલ રાહુલ અને જાડેજાને લઈને કન્ફ્યૂઝ થતાં નજરે પડ્યા. તેઓ આ વાતને લઈને અસમંજસમાં હતા કે બન્ને જણાંએ સારામાં સારી ફીલ્ડિંગ કરી કે કોને બેસ્ટ ફીલ્ડર ઓફ ધ મેચનો એવોર્ડને લઈને કન્ફ્યૂઝ નજરે પડ્યા. તેઓ આ વાતને લઈને અસમંજસમાં હતા કે બન્ને જણાંએ સારી ફીલ્ડિંગ કરી, જેના કારણે કોણે બેસ્ટ ફીલ્ડર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવે.
ખેલાડીઓને મળ્યું આ મોટું સરપ્રાઈઝ
ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચ મેડલ કોને મળશે એટલા માટે ટીમના કોચ ફીલ્ડિંગ કોચ દિલીપે એક સરપ્રાઈઝ રાખ્યું. ગ્રાઉન્ડમાં હાજર સ્ક્રીન પર આ ખેલાડીઓનો ફોટો ડિસ્પ્લે કરવામાં આવ્યો અને જેને આ મેડલ મળ્યો તે રવિન્દ્ર જાડેજા હતો. જાડેજાએ પોઈન્ટ પર ફિલ્ડિંગ કરતી હવામાં ઉડીને શાનદાર કેચ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે કેએલ રાહુલે વિકેટ કીપિંગ દરમિયાન એક હાથથી જબરદસ્ત કેચ પણ લીધો હતો, જેની કોચે પણ પ્રશંસા કરી હતી. BCCIએ મેડલ મેળવવાનો વીડિયો શેર કર્યો છે.
આ ખેલાડીઓને મળી ચૂક્યો છે મેડલ
ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી ચાર મેચ રમી છે અને ચારેયમાં જીત મેળવી છે. પરંતુ ખાસ વાત એ છે કે આ તમામ મેચમાં ટીમના અલગ-અલગ ખેલાડીઓને બેસ્ટ ફિલ્ડર ઓફ ધ મેચ મેડલ મળ્યો છે. વિરાટ કોહલીને આ મેડલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં મળ્યો હતો, જ્યારે શાર્દુલ ઠાકુરે અફઘાનિસ્તાન સામેની મેચમાં જીત મેળવી હતી. જ્યારે કેએલ રાહુલને પાકિસ્તાન સામે આ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ ચોથી મેચમાં મેડલ જીત્યો હતો.