નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ઇવિન લુઈસે વર્ષ 2018-2019ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પોતાને બહાર કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવી સિઝનના કોન્ટ્રાક્ટમાં જેસન હોલ્ડર, અલ્જારી જોસેફ, શાઈ હોર અને કેમર રોચને ત્રણેય ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુઈસ વર્ષ 2016માં વિન્ડીઝ માટે વનડે અને ટી20 ફોર્મેટમાં પર્દાપણ કર્યું હતું. લુઈએ ટી-20 ફોર્મેટનો સૌથી ખતરનાક ખેલાડી માનવામાં આવે છે. તેવામાં લુઈસે દેશ માટે છોડીને વિશ્વભરમાં ટી-20 લીગ રમવા પર ભાર આપી રહ્યો છે. 


લુઈએ વેસ્ટ ઈન્ડિઝ માટે 35 વનડે અને 17 ટી-20 મેચ રમી છે. વનડેમાં લુઈએ 1010 રન બનાવ્યા છે, તેનો સર્વાધિક સ્કોર 176 રન છે. તેણે ટી-20માં 157.44ની સ્ટ્રાઇક રેટથી 529 રન બનાવ્યા છે. 


લુઈસ જ નહીં, વિન્ડીઝના ઘણા તેવા ક્રિકેટર છે જે ટી-20 લીગ્સની આગળ પોતાની નેશનલ ટીમને પ્રાથમિકતા આપતા નથી. આ લિસ્ટમાં સૌથી મોટુ નામ ક્રિસ ગેલનું છે. ગેસ સિવાય આંદ્રે રસેલ, ડ્વેન બ્રાવો, કેરોન પોલાર્ડ અને સુનીલ નરેન જેવા ખેલાડીઓ છે જે વેસ્ટઈન્ડિઝના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પોતાને સામેલ કર્યા નથી. 


નવી સિઝનના સેન્ટ્રલ લિસ્ટમાં સામેલ થનારા આઠ ક્રિકેટર એવા છે જેને ટેસ્ટ ક્રિકેટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. કાર્લોસ બ્રેથવેટ, એશલે નર્શ અને રોમેન પોવેરને વનડે ક્રિકેટના સેન્ટ્રલ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 


ત્રણેય ફોર્મેટમાં સામેલ કરાયેલા ખેલાડીઃ જેસન હોલ્ડર, અલ્જારી જોસેફ, શાઈ હોપ અને કેમર રોચ. 


ટેસ્ટ ફોર્મેટ સેન્ટ્રલ લિસ્ટઃ દેવેન્દ્ર બિશૂ, ક્રેગ બ્રૈથવાઇટ, રોસ્ટન ચેસ, મિગુએલ કમિન્સ, શેન ડોવિચ, શૈનન ગ્રેબ્રિયલ, શિમોન હેટમીર અને કિયરન પોવેલ. 


વનડે ફોર્મેટ સેન્ટ્રલ લિસ્ટઃ કાર્લોસ બ્રૈથવાઇટ, એશલે નર્સ અને રોવમન પોવેલ.