કિંગ્સટન (જમૈકા): ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે, તેના ટેસ્ટ કરિયરની શરૂઆત ઘણી સારી રહી છે. પરંતુ હજુ પણ ઘણું શીખવાનું બાકી છે. બુમરાહ સબિના પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે (શનિવાર)એ હેટ્રિક ઝડપી હતી અને વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ઈનિંગમાં 117 રન પર ઓલઆઉટ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ ઈનિંગમાં બુમરાહે કુલ 6 વિકેટ ઝડપી હતી. બીજી ઈનિંગમાં હજુ તેણે ખાતું ખોલવાનું બાકી છે. મેચના ત્રીજા દિવસે રવિવારે રમત પૂરી થયા બાદ બુમરાહે કહ્યું, 'જો અમે મેચ જીતીએ અને મને વિકેટ ન મળે તો મને કોઈ મુશ્કેલી નથી. મારો ઉદ્દેશ્ય પણ ટીમની સફળતામાં યોગદાન આપવાનું છે. હું વિકેટ લઈને, દબાવ બનાવીને, જે પ્રકારે થઈ શકશે પોતાનું યોગદાન આપીશ. હું આ રીતે આગળ વધુ છું.'


બુમરાહે અત્યાર સુધી માત્ર 12 ટેસ્ટ મેચ રમી છે અને 61 વિકેટ ઝડપી છે. તેણે કહ્યું, 'મેં અત્યાર સુધી માત્ર 11-12 મેચ રમી છે. હું ઘણું શીખી રહ્યો છું અને આવનારા દિવસોમાં મારે ઘણું શીખવાનું બાકી છે. મારે ભારતમાં મેચ રમવી છે.'


ટેસ્ટમાં ભારત માટે હેટ્રિક ઝડપનાર ત્રીજો બોલર બનેલા બુમરાહે કહ્યું, મને ટેસ્ટ કરિયરની શરૂઆત સારી મળી છે, પરંતુ હું જેટલો અનુભવ લઈ શકું છે, લઈને રહીશ અને મારા ઉપર કામ કરીશ જે મને સારો બનાવવામાં મારી મદદ કરશે. 


અત્યાર સુધી આ સિરીઝમાં 12 વિકેટ ઝડપનાર બુમરાહે કહ્યું, 'હું ઈંગ્લેન્ડમાં ઘણું ક્રિકેટ રમ્યો છું. ત્યાં અમે ડ્યૂક બોલથી બોલિંગ કરી છે. ડ્યૂક બોલથી વધુ મૂવમેન્ટ મળે છે તો તમારો આઉટ સ્વિંગ કે ઇન સ્વિંગ કરવામાં ઘણો આત્મવિશ્વાસ વધે છે. તે અનુભવથી મને મદદ મળી છે.'