SA vs SL: શ્રીલંકા વિરુદ્ધ અંતિમ બે વનડે માટે આફ્રિકાની ટીમ જાહેર, અમલાની વાપસી
દક્ષિણ આફ્રિકાના મુખ્ય પસંદગીકાર લિન્ડા જોન્ડીએ કહ્યું, અનુભવ વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે મહત્વપૂર્ણ હોય છે.
નવી દિલ્હીઃ શ્રીલંકા વિરુદ્ધ અંતિમ બે વનડે મેચો માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં એડેન માર્કરામ, હાશિમ અમલા અને જેપી ડ્યુમિનીની વાપસી થઈ છે. જ્યારે રીઝા હેંડ્રિક્સ અને વિયાન મુલ્ડરને બહાર કરી દેવામાં આવ્યા છે.
એડેન માર્કરામે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારૂ પ્રદર્શન કર્યું છે, તેણે હાલમાં ટાઇટન્સ માટે રમતા 85, 139 અને 169 રન બનાવ્યા હતા. તો બીજીતરફ ઓપનિંગ બેટ્સમેન હાશિમ અમલાને શરૂઆતી ત્રણ મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો. જેપી ડ્યુમિની ઓક્ટોબર 2018થી ટીમમાંથી બહાર હતો અને હવે વિશ્વકપ પહેલા તેની ટીમમાં વાપસી થઈ છે.
દક્ષિણ આફ્રિકાના મુખ્ય પસંદગીકાર લિન્ડા જોન્ડીએ કહ્યું, અનુભવ વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે મહત્વપૂર્ણ હોય છે. જેવી ડ્યુમિનીને લાંબા સમય બાદ ટીમમાં સારી લયમાં વાપસી જોઈને સારૂ લાગ્યું. ટીમમાંથી બહાર ચાલી રહેલા ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરીને વાપસી કરી છે. તે મહત્વપૂર્ણ છે કે તેણે આ સ્તર પર હાવી થવું જોઈએ. જેપી ડ્યુમિની અને એડેન માર્કરામે પ્રભાવી પ્રદર્શન કર્યું છે.
ભારતીય ટીમને શહીદ સૈનિકોની યાદમાં સૈન્ય કેપ પહેરવાની પરવાનગી આપવામાં આવીઃ આઈસીસી
સિરીઝ પોતાના નામે કરી ચુકેલી યજમાન ટીમ અંતિમ બે મેચમાં ફેરફાર સાથે ઉતરશે. મુખ્ય કોચ જોન્ડીએ કહ્યું કે, આ સિરીઝના બે અંતિમ બે વનડેનો ઉપયોગ કરવાની જરૂરીયાત છે, જેમાં અમે વિશ્વકપ માટે અમારા તમામ વિકલ્પોની તપાસ કરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે યજમાન ટીમ પાંચ મેચોની સિરીઝમાં 3-0થી આગળ છે. સિરીઝની ચોથી મેચ 13 માર્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાશે.
શ્રીલંકાની સાથે અંતિમ બે વનડે માટે આફ્રિકાની ટીમ આ પ્રકારે છે.
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, હાશિમ અમલા, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, જેપી ડ્યુમિની, એડેન માર્કરામ, લુંગી એનગિડી, એનરિક નોર્જે, એન્ડિલો ફેહલુકવાયો, ડ્વેન પ્રિટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, ડેલ સ્ટેન, રસી વૈન ડેર ડુસેન.