નોટિંઘમઃ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ગુરૂવારથી શરૂ થનારી ત્રણ મેચોની વનડે શ્રેણીમાં પણ લય કાયમ રાખવાના ઈરાદાથી ઉતરશે, જેને આગામી વર્ષે યોજાનારા વિશ્વકપનું રિહર્સલ માનવામાં આવી રહ્યું છે. નોટિંઘમમાં રમાનારી પ્રથમ વનડે ભારતીય સમયાનુસાર સાંજે 5 કલાકે શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી વિશ્વકપ બ્રિટનમાં 2019માં રમાશે, તેથી આ શ્રેણીમાં વિરાટ એન્ડ કંપનીને સ્થિતિને અજમાવવાની સોનેરી તક મળી છે. આગામી વર્ષે આ દરમિયાન વિશ્વકપ યોજાશે. 


ભારતીય ટીમ મેનેજમેન્ટને વિશ્વકપને ધ્યાનમાં રાખીને વિભિન્ન સંયોજન અજમાવવાનનો અવસર મળી જશે. કેએલ રાહુલના શાનદાર ફોર્મને કારણે કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગમાં ઉતરી શકે છે. રાહુલ આયર્લેન્ડ વિરુદ્ધ 70 અને પ્રથમ ટી-20માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી. 


શિખર ધવન અને રોહિત શર્મા ઈનિંગની શરૂઆત કરશે, જ્યારે રાહુલ ત્રીજા નંબર પર ઉતરશે. આ જ બેટિંગ ક્રમ રહેશે તો કોહલીએ ચોથા નંબરે ઉતરવું પડશે. ત્યારબાદ સુરેશ રૈના, એમએસ ધોની અને ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યા ઉતરશે. 


ભારતે ટી-20 શ્રેણી 2-1થી જીતી, વનડે રેન્કિંગમાં વિશ્વની નંબર એક ટીમ ઈંગ્લેન્ડ છેલ્લી દ્વિપક્ષીય શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 6-0થી હરાવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. 


વનડે ક્રિકેટમાં છેલ્લા ઘણા સમયથી ઈંગ્લેન્ડને શાનદાર પ્રદર્શન કર્યું છે. જોસ બટલર, જેસન રોય, એલેક્સ હેલ્ક, જોની બેયરસ્ટો અને ઇયોન મોર્ગન ફોર્મમાં છે અને બેન સ્ટોક્સને કારણે ટીમ ખૂબ મજબૂત લાગી રહી છે. 


વિશ્વકપ 2015માં નિરાશાજનક પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડે 69માંથી 46 વનડે મેચ જીતી છે. તેને દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતે જાન્યુઆરી 2017માં હરાવ્યું હતું. 


બોલિંગમાં કુલદીય યાદવે ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેને અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. વધારાના ફાસ્ટ બોલરના રૂપમાં સિદ્ધાર્થ કૌલ કે શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ નવો બોલ સંભાળશે.