નવી દિલ્હીઃ પૂર્વ ચેમ્પિયન પીસી સિંધુ અને કિદાંબી શ્રીકાંત ફોર્મમાં ચઢાવ-ઉતારમાંથી પસાર થતા 3,50,000 ડોલર ઈનામી ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરશે. પેટમાં તકલીફને કારણે સાઇના નેહવાલે દેશની આ મુખ્ય બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી હટ્યા બાદ મંગળવારથી શરૂ થઈ રહેલા આ ટૂર્નામેન્ટમાં ભારતની આશાનો દારોમદાર સિંધુ અને શ્રીકાંત પર હશે. ગત વર્ષે ડિસેમ્બરમાં વિશ્વ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીતનારી ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુને ચીનની ટોપ વરીયતા અને ગત ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન ચેન યૂફેઈના મેડિકલ કારણોથી હટ્યા બાદ મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાપાનની ખેલાડીઓની ગેરહાજરીનો પણ સિંધુને ફાયદો મળવાની આશા છે. સિંધુએ નવા સત્રમાં ઈન્ડોનેશિયા માસ્ટર્સના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી પરંતુ પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડમાં પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ તે 2017માં ટાઇટલ જીત્યા બાદ ગત વર્ષે પણ ઈન્ડિયા ઓપનના ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી અને આ પ્રદર્શનમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરશે. સિંધુ પોતાના અભિયાનની શરૂઆત હમવતન મુગ્ધા આગ્રે વિરુદ્ધ કરશે અને ક્વાર્ટર ફાઇનલમાં તેની ટક્કર ડેનમાર્કની મિયા બ્લિકફેલ્ટ સામે થઈ શકે છે. આ મુકાબલામાં જીત બાદ તેણે ચીનની ત્રીજી ક્રમાંકિત બિંગજાઓનો સામનો કરવો પડી શકે છે. 


આ વિશ્વ ટૂર સુપર 500 સ્પર્ધામાં રૂશાલી ગુમ્માદી અને સાઈ ઉત્તેજિતા રાવ ચુકા જેવી યુવા ખેલાડી પણ ભારત તરફથી પડકાર રજૂ કરશે. આ ટૂર્નામેન્ટ ત્રીજી વરીયતા શ્રીકાંત માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે, તે ગત 17 મહિનાથી ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. ગત ચેમ્પિયન અને શીર્ષ વરીય ચીનના શી યુકી હટ્યા બાદ 2015નો વિજેતા શ્રીકાંત અને પૂર્વ વિશ્વ ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એલ્સેલસન ટાઇટલનો પ્રબળ દાવેદાર છે. એક્સેલસને સતત ત્રણ વર્ષ ફાઇનલમાં જગ્યા બનાવ્યા બાત 2017માં આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વર્ષ 2017માં ચાર ટાઇટલ જીતનારો શ્રીકાંત 2018માં ટાઇટલ જીતવામાં અસફળ રહ્યો હતો. 


તેણે પોતાનું છેલ્લું ટાઇટલ 2017માં ફ્રેન્ચ ઓપનના રૂપમાં જીત્યું હતું. ગુંટૂરના 26 વર્ષના શ્રીકાંત પોતાના અભિયાનની શરૂઆત હોંગકોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટ વિરુદ્ધ કરશે અને ત્યારબાદ તેણે પોતાના દેશના સમીર વર્મા કે સાઈ પ્રણીતનો સામનો કરવો પડી શકે છે. વિશ્વ ટૂર ફાઇનલ્સના સેમીફાઇનલમાં પહોંચેલા પાંચમી વરીયતા પ્રાપ્ત સમીર પોતાના અભિયાનની શરૂઆત ડેનમાર્કના રાસમસ ગેમ્કે વિરુદ્ધ કરશે જ્યારે પ્રણીતનો સામનો ક્વોલિફાયર સામે થશે. 


આરએમવી ગુરૂસાઈદત્ત પણ આ હાફમાં છે અને પ્રથમ રાઉન્ડમાં તેની ટક્કર થાઈલેન્ડના સિતિકોમ થામસિન સામે થશે. પુરૂષ સિંગલ્સમાં આ સિવાય એચએસ પ્રણય, શુભંકર ડે, અજય જયરામ અને પારૂપલ્લી કશ્યપ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. એશિયન મિક્સ ટીમ ચેમ્પિયનશિપમાં ભાગ લીધા બાદ અહીં રમી રહેલા પ્રણયનો સામનો પ્રથમ રાઉન્ડમાં થાઈલેન્ડના કેંતાફોન વાંગચેરોન સામે થશે જ્યારે શુભંકર ઈન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તો સામે ટકરાશે. પોતાના કરિયર દરમિયાન ઈજાથી પરેશાન થનાર અજય અને કશ્યપ પ્રથમ રાઉન્ડમાં ક્રમશઃ ચીના તાઈપેના કે વૈંગ જૂ વેઈ અને હોંગકોંગના લી ચ્યુક યિયૂ સામે ટકરાશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર