CSK IPL 2021 જીત્યા બાદ આ ક્રિકેટ બોર્ડે કરી એવી શરમજનક હરકત... દિગ્ગજ ખેલાડીઓ ગુસ્સે ભરાયા, જાણો શું છે મામલો?
એમ એસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે 15 ઓક્ટોબરના રોજ આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો.
જોહાનિસબર્ગ: એમ એસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપરકિંગ્સે 15 ઓક્ટોબરના રોજ આઈપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. ચેમ્પિયન 'યલ્લો આર્મી'માં દક્ષિણ આફ્રિકાના 3 ખેલાડીઓ પણ સામેલ છે. જેમના યોગદાનના કારણે ચેન્નાઈએ આ સફળતા હાંસલ કરી.
ડુપ્લેસી-તાહિરને કરાયા નજરઅંદાજ
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ 2021નો ખિતાબ જીતી લેતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં લુંગી એનગિડી( Lungi Ngidi )ને અભિનંદન પાઠવ્યા પરંતુ સ્ટાર ઓપનર ફાફ ડુપ્લેસી (Faf du Plessis) અને લેગ સ્પિનર ઈમરાન તાહિર (Imran Tahir) ને બાકાત રાખ્યા. જેના કારણે આ બોર્ડની આકરી ટીકા થઈ અને બાદમાં આ વિવાદાસ્પદ પોસ્ટ હટાવીને નવી પોસ્ટ શેર કરાઈ.
CSA ને પડી ફટકાર
દક્ષિણ આફ્રીકા બોર્ડની ટીકા કરનારાઓમાં મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેન પણ સામેલ છે. સીએસએએ બાદમાં એક નવી પોસ્ટ શેર કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનારા તમામ દક્ષિણ આફ્રિકી ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. ફાફ ડુપ્લેસીએ શુક્રવારે રાતે દુબઈમાં સીએસકેને ચોથીવાર ખિતાબ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube