નવી દિલ્હીઃ ક્રિકેટ-હોકી સહિત વિભિન્ન રમતોમાં આંખે જોયેલો અહેવાલ સંભળાવનાર દેશના ખૂબ લોકપ્રિય કોમેન્ટ્રેટર જસદેવ સિંહનું 87 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂરદર્શન પર 70 અને 80ના દાયકામાં રમત પ્રસારણના મામલામાં રવિ ચતુર્વેદી અને સુશીલ દોશીની સાથે જસદેવ સિંહ રમતપ્રેમીઓ માટે જાણીતું નામ હતા. ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 


રાઠોડે ટ્વીટ કર્યું, 'મને જાણીને ખુબ દુખ થયું છે કે શાનદાર કોમેન્ટ્રેટર જસદેવ સિંહનું નિધન થઈ ગયું. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના સર્વશ્રેષ્ઠ કોમેન્ટ્રેટરોમાંથી એક રહ્યાં છે. તેમણે નવ ઓલંમ્પિક, છ એશિયન ગેમ્સ અને અગણિત વખત સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના પ્રસારણનો આંખે જોયેલો અહેવાલ સંભળાવ્યો હતો.'



ચતુર્વેદી અને દોશી મુખ્ય રૂપથી ક્રિકેટ કોમેન્ટ્રીમાં હતા, જ્યારે જસદેવ સિંહ ઓલંમ્પિક રમતોમાં નિયમિત હતા. તેમણે હેલસિંકી (1968)થી મેલબોર્ન (2000) સુધી ઓલંમ્પિકની નવ સિઝનમાં કોમેન્ટ્રી કરી હતી. 


ઓલંમ્પિક પરિષદના પૂર્વ પ્રમુખ જુઆન એન્ટોનિયો સમારાંચે તેમને 1988 સિયોલ ઓલંમ્પિરમાં રમતને પ્રોત્સાહન આપવા માટે ઓલંમ્પિક ઓડરથી સન્માનિત કર્યા હતા. તેમણે છ વખત એશિયન ગેમ્સ અને આટલી વાર હોકી વિશ્વકપમાં કોમેન્ટ્રી કરી હતી. 


જસદેવ સિંહ 1963થી 48 વર્ષ સુધી ગણતંત્ર દિવસનો આંખે જોયેલો અહેવાલ સંભળાવ્યો હતો. તેમણે 1955માં જયપુરથી ઓલ ઈન્ડિયા રેડિયોમાં કામ કરવાનું શરૂ કહ્યું અને આઠ વર્ષ બાદ તેઓ દિલ્હી આવી ગયા હતા. તેમણે આશરે 35 વર્ષ સુધી દૂરદર્શનમાં કામ કર્યું હતું. 1986માં તેમનું પદ્મશ્રી અને 2008માં તેમનું પદ્મ ભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું.