નવી દિલ્હીઃ બેટ્સમેનના દમદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે મોટા સ્કોરવાળા ત્રીજા મેચમાં ભારતને ચાર રનથી હરાવીને 2-1થી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. આ સાથે ભારતનું સતત 10 સિરીઝથી ચાલી રહેલું વિજયી અભિયાન પણ સમાપ્ત થઈ ગયું છે. ભારતે છેલ્લે 2017માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ ગુમાવી હતી. દિગ્ગજ ખેલાડી ધોનીનો આ 300મો ટી20 મેચ હતો, જેમાં તે માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. પરંતુ આ ક્રિકેટરે મેચ દરમિયાન પોતાના એક ફેન (પ્રશંસક)ની સાથે મેદાનમાં હાજર લોકોનું દિલ જીતી લીધું હતું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં જોઈ શકાય છે કે, મેચ દરમિયાન વિકેટકીપિંગ કરી રહેલા ધોનીને મળવા એક ફેન પોતાના હાથમાં તિરંગો લઈને સુરક્ષાનો ઘેરો તોડીને મેદાનમાં ઘુસી જાય છે અને કોઈ સમજે તે પહેલા તે ધોનીના પગમાં પડી જાઈ છે. અહીં તે પોતાના કુરતાથી ધોનીના શૂઝ લુછવા લાગે છે. આ વચ્ચે તેના હાથમાં રહેલા રાષ્ટ્રીય ધ્વજ જમીનને અડે તે પહેલા ધોની તેને હાથમાંથી લઈ લે છે અને તેમે ઝડપથી મેદાન બહાર જવાનું કહે છે.