હૈદરાબાદઃ સુરક્ષા ચક્ર તોડીને વિરાટ કોહલીની નજીક આવવું અને તેની સાથે સેલ્ફી લેવી ક્રિકેટ પ્રેમીઓમાં એક નવું ચલણ બની ગયું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે શુક્રવારે અહીં એક દર્શક સુરક્ષા કર્મચારીઓને ચકમો આપીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોર્નિંગ સેશન દરમિયાન એક કલાકની રમત પુરી થઈ હતી ત્યાં કે, પ્રશંસક બેરિકેડ કૂદીને વિરાટ કોહલી તરફ દોડતો આવી પહોંચ્યો હતો. તેણે વિરાટને ગળે લગાવી લીધો અને તેને ચુંબન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે વિરાટ તેનાથી બચતો રહ્યો હતો. ત્યાર બાદ તેણે વિરાટ સાથે સેલ્ફી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. 


INDvsWI : વેસ્ટ ઇન્ડિઝના 295/7, શાર્દુલ ઠાકુરનું ટેસ્ટમાં પદાર્પણ


બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. જોકે, તેનો આ દાવ સફળ રહ્યો ન હતો. ટીમે મેચ પુરી થતાં સુધીમાં 295 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી છે. જો રોસ્ટન ચેઝ અને જેસન હોલ્ડર વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી ન બની હોત તો ટીમ આટલો સ્કોર પણ બનાવી શકી ન હોત. રોસ્ટન ચેઝ 98 રને રમતમાં છે. 


ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનારો શાર્દુલ ઠાકુર માત્ર 10 બોલ નાખીને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. માંસપેશીઓ ખેંચાઈ જવાને કારણે તેને મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. તેની ગેરહાજરીમાં ભારતનું બોલિંગ આક્રમણ થોડું નબળું પડી ગયું હતું.