IPL : જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે, ત્યારથી તેણે નફરતનો સામનો કરવો પડી રહ્યો છે. ફેન્સ તેનાથી ખુશ નથી. મુંબઈના કેપ્ટન બનવા અને રોહિતને રિપ્લેસ કર્યા બાદ પંડ્યાના જીવનમાં ખલબલી મચી છે. હાર્દિક પંડ્યા હાલમાં સૌથી વધારે ટ્રોલ થઈ રહ્યો છે. ગઈકાલની મેચમાં ટીમના દરેક ખેલાડીએ ઓછા બોલમાં વધારે રન કર્યા હતા. જોકે, હાર્દિકે 20 બોલમાં 24 રન કરતાં ટ્રોલરના નિશાન પર આવ્યો હતો. કેપ્ટન જ રનરેટ ન જાળવે તો ખેલાડી પર કેવી રીતે પ્રેશર આપી શકે છે. હાર્દિક ફિલ્ડીંગ કરતો હોય ત્યારે પણ પ્રેક્ષકોમાંથી ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલાક ફેન્સે હદ પાર કરી દીધી


ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં પોતાની પ્રથમ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. હાર્દિક પંડ્યા પ્રથમવાર મુંબઈ ઈન્ડિયન્સની કમાન પોતાની પૂર્વ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઈટન્સના ઘરમાં કરી રહ્યો હતો. બંને ફ્રેન્ચાઇઝીના ફેન્સ તેનાથી નારાજ હતા. તેવામાં પંડ્યાએ હૂટિંગનો સામનો કરવો પડ્યો. હાર્દિકને ખુબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. તો હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક ફેન્સે હદ પાર કરી દીધી છે. તે હાર્દિક પંડ્યાને તેના મોઢા પર છપરી કહેતા જોવા મળ્યા છે.



હાર્દિક પંડ્યાને ફેન્સે કહ્યો છપરી
હકીકતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના સ્ટેન્ડસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યો છે. તો સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોએ હદ પાર કરી હતી. હાર્દિક પંડ્યા ત્યાંથી પસાર થયો તો ફેન્સે તેને જોઈ છપરી-છપરીના નારા લગાવવાનું શરૂ કરી દીધુ હતું. પરંતુ તેના પર પંડ્યાએ કોઈ રિએક્શન આપ્યું નહીં અને તે સીધો અંદર જતો રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


હારની સાથે મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત
હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સથી ટ્રેડ કર્યો હતો. તેને આવતા મુંબઈએ પોતાના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી દીધો અને હાર્દિકને કમાન સોંપી હતી. પરંતુ મુંબઈની કમાન સંભાળતા હાર્દિકે ગુજરાત સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તેની આગામી મેચ 27 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમશે.