વેસ્ટઇન્ડિઝ ટીમ પર કોમેન્ટ કરવી ભજ્જીને પડી ભારે, ટ્વિટર પર થયો ટ્રોલ
વેસ્ટઇન્ડિઝ ટીમના ખબાબ પરફોર્મંસને કારણે ક્રિકેટર હરભજન સિંહએ મેહમાન ટીમ પર અસ્મ્માન જનક ટિપ્પાણી કરી હતી. સોશિયલ મીડિયામાં આ ટિપ્પણી ફેન્સ દ્વારા ભજ્જીને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: રાજકોટમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ચાલી રહેલા પહેલી ટેસ્ટ મેચમાં ભારતે ટેસ્ટના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવી છે. ભારતે સૌરાષ્ટ્ર ક્રિકેટ સંધ સ્ટેડિયમમાં રમાવનારા પ્રથમ મેચના ત્રીજા દિવસે શનિવારે જ વેસ્ટઇન્ડિઝને એક દાવ અને 272 રનોથી હારા આપી છે. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 649રન પર દાવ ડિક્લર કર્યો હતો. ત્યાર બાદ વેસ્ટઇન્ડિઝએ પહેલી ઇનિંગમાં 181 રન કરીને ઓલઆઉટ થતા ફોલોઓનનો શિકાર થયું હતું. અને બીજા દાવમાં પણ 196 રનમાં ઓલઆઉટ કરી ભારતે જીત મેળવીલીધી છે.
પહેલા શાનદાર બેટીંગ અને બાદમાં બોલરોના તરખાટ વચ્ચે વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટઇન્ડિઝની ખરાબ દેખાવને કારણે ક્રિકેટર હરભજન સિંહે મેહમાન ટીમ પર આપત્તિ જનક ટિપ્પણી કરી હતી, સોશિયલ મીડિયામાં આ ટિપ્પાણીને કારણે ચાહકો દ્વારા ભજ્જીને જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. મેચના બીજા દિવસે ભજ્જીએ એવી ટિપ્પણી કરી હતી. પહેલા દિવસે ડેબ્યુ મેચમાં જ પૃથ્વી શોએ 134 રનની જોરદાર ઇનિંગ રમી હતી. અને ત્યારબાદ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ સદી મારી હતી. ભારતે 649 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો હતો.
ભજ્જીએ વેસ્ટઇન્ડિઝ ટીમની ખરાબ પર્ફોમન્સને કારણે એક ટ્વિટ કરી હતી, જેના કરાણે લોકોએ તેની ટ્વિટને ટ્રોલ કરી હતી.
ભજ્જીએ વેસ્ટઇન્ડિઝ ટીમનું નામ લખીને કહ્યું કે શુ વેસ્ટઇન્ડિઝ ટીમ રણજી ટ્રોફીની ફાઇનલ માટે ક્વોલીફાય કરવાને પણ કરી શકે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા એના ટ્વિટ પર નિરાશ થયા અને તેમણે વેસ્ટઇન્ડિઝની ગૌરવશાળી દિવસોની યાદ કરાવી હતી.
ફેન્સે ભજ્જીની સ્પોર્ટ્સમેનશિપ પર પણ સવાલો ઉઠ્યા છે. ભજ્જીની ટ્વિટને શરમજનક જણાવી
મહત્વનું છે, કે ભારત માટે પહેલી ઇનિંગમાં કેપ્ટન વિરાટ કોહલીએ 139, પૃથ્વી શૌએ 134 રન જાડેજાએ પણ નોટઆઉટ 100, અને પૂજારાએ 86 રનની ઇનિંગ રમી હતી. આ કારણે મેહમાન ટીમ પર પહાડ જેવો સ્કોર ઉભો કરી દીધો હતો, જ્યારે વેસ્ટઇન્ડિઝ ટીમે પહેલા દાવમાં રોસ્ટન ચેજ 53 અને કીમો પૉલએ 47 રન કર્યા હતા.