નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સના ખેલાડી રિષભ પંતની તોફાની ઈનિંગ સોમવારની જીતનું મુખ્ય આકર્ષણ હતી. પોતાની 36 બોલની ઈનિંગ દરમિયાન પંતે છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 78 રન ફટકારી દીધા હતા. તેની આ ઈનિંગથી રાજસ્થાન રોયલ્સના અંજ્કિય રહાણેની સદી પર પાણી ફરી ગયું હતું. પંતને 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થતાં વિશ્વ કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી. પરંતુ રાજસ્થાન વિરુદ્ધ શાનદાર બેટિંગ કરીને તેણે દર્શાવ્યું કે, તે ભવિષ્યનો સિતારો છે. પંતની શાનદાર ઈનિંગે સોશિયલ મીડિયા પર 2019 આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં તેની પસંદગી ન કરવા પર એક મોટી ચર્ચા શરૂ કરી દીધી છે. ફેન્સે બીસીસીઆઈ નને વિશ્વ કપ પસંદગીકારોને આ વિકેટકીપર-બેટ્સમેનના અપમાનને લઈને ટ્રોલ કર્યાં અને યુવા સ્ટાર માટે વ્યંગ્યાત્મક ટ્વીટ્સ અને મીમ્સના માધ્યથી પોતાનું સમર્થન આપ્યું હતું. 









COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાને આપેલા 192 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હીએ શિખર ધવન (54) અને પંત (અણનમ 78)ની દમદાર બેટિંગની મદદથી 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત બાદ દિલ્હીની ટીમ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે રાજસ્થાન લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 


હું વિશ્વ કપ પસંદગી વિશે વિચારી રહ્યો હતો
મેચ બાદ પંતે કહ્યું, હું ખુબ સારો અનુભવ કરી રહ્યો છું. આટલા મહત્વના મેચમાં પોતાની ટીમને જીત સુધી પહોંચાડવાનું શાનદાર રહ્યું. હું ખોટું બોલિસ નહીં કે વિશ્વકપમાં પસંદગીને લઈને વિચારી રહ્યો હતો. મેં મારી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રીત કર્યું, મારી શક્તિ પર વિશ્વાસ રાખ્યો અને આ મારા માટે સારૂ સાબિત થયું.