Longest Over Of Internationl Cricket: ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં બોલર એક ઓવરમાં 6 લીગલ બોલ ફેંકી શકે છે. 6 બોલ ફેંકવાને એક ઓવર માનવામાં આવે છે. આ 6 બોલ દરમિયાન જો કોઈ બોલ વાઈડ અથવા નો બોલ હોય તો બોલરને ફરીથી તે બોલ ફેંકવાનો રહે છે. પરંતુ શું તમે જાણો છો એક ફાસ્ટ બોલરે તેની ઓવર પુરી કરવા માટે 17 બોલ ફેંક્યા હતા. આવો અમે તમને જણાવીએ આ શરમજનક રેકોર્ડ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બોલરે ફેંકી હતી સૌથી લાંબી ઓવર
વર્ષ 2004 માં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી એક મેચમાં પાકિસ્તાનના બોલર મોહમ્મદ સામીએ આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે કોલંબોમાં એશિયા કપ 2004 માં એક ઓવરમાં 17 બોલ ફેંક્યા હતા. શમીએ તે સમયે એક ઓવરમાં 6 લીગલ બોલ સાથે 7 વાઈડ અને 4 નો બોલ ફેંક્યા હતા. આજે પણ તે વન-ડે ક્રિકેટમાં સૌથી લાંબી ઓવર તરીકે નોંધાયેલી છે. આ ઓવરમાં તેમણે કુલ 22 રન આપ્યા હતા.


ટેસ્ટ ક્રિકેટની સૌથી લાંબી ઓવર
ટેસ્ટ ક્રિકેટની સૌથી લાંબી ઓવરની વાત કરીએ તો કર્ટલી એમ્બ્રોસના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. કર્ટલી એમ્બ્રોસની ગણતરી ક્રિકેટ ઇતિહાસના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરમાં કરવામાં આવે છે. પરંતુ તેમણે ટેસ્ટ ક્રિકેટની સૌથી ખરાબ ઓવર ફેંકી હતી. 1997 માં યોજાયેલી પર્થ ટેસ્ટમાં એમ્બ્રોસે આ શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે ઓવરમાં 9 નો બોલ સહિત કુલ 15 બોલ ફેંક્યા હતા.


એક ઓવરમાં સૌથી વધારે બોલ ફેંકવાનો રેકોર્ડ
જો અત્યાર સુધી એક ઓવરમાં સૌથી વધારે બોલ ફેંકવાના રેકોર્ડની વાત કરવામાં આવે તો, ન્યુઝીલેન્ડના રોબર્ટ વેન્સનું નામ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટી ઓવર ફેંકવાનો શરમજનક રેકોર્ડ છે. તેમણે ઘરેલુ ટેસ્ટ મેચ દરમિયાન એક ઓવરમાં 22 બોલ ફેંક્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube