30 કરોડ ડોલરના કરાર સાથે વિમ્બલ્ડનમાં ઉતર્યો ફેડરર
રોજર ફેડરરે વિમ્બલ્ડનમાં સોમવારે જીત સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે.
લંડનઃ રોજર ફેડરરે પોતાના બેન્ક બેલેન્સમાં જોરદાર વધારો કર્યો છે અને રિપોર્ટ અનુસાર આ સ્વિસ ખેલાડીએ સતત 20મી વાર વિમ્બલ્ડનમાં ઉતરતા રહેલા 30 કરોડ ડોલરનો કરાર કર્યો છે, જે તેના પોશાક સાથે જોડાયેલો છે. આ 36 વર્ષીય ખેલાડી અને 8 વખત વિમ્બલ્ડન ચેમ્પિયને જાપાની કંપની યૂનિક્લોની સાથે કરાર કર્યો છે અને આ રીતે નાઇકીની સાથે બે દાયકાથી ચાલી રહેલા સંબંધોને તોડી દીધો છે.
વિમ્બલ્ડનઃ રોજર ફેડરરની શાહી શરૂઆત, સ્ટીફન્સ હારી
ફેડરરના નવા કરારની કિંમત 30 કરોડ ડોલર આંકવામાં આવી રહી છે જે 10 વર્ષ માટે હશે. રિપોર્ટ અનુસાર તે નાઇકી પાસેથી પ્રતિવર્ષ એક કરોડ ડોલરની કમાણી કરતો હતો. મહત્વની વાત તે છે તે સર્બિયાના ડુસાન લાજોવિચ પર પ્રથમ રાઉન્ડમાં 6-1 6-3 6-4થી જીત દરમિયાન તેણે નાઇકીના જૂતા પહેર્યા હતા.