સાઉથેમ્પ્ટનઃ વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ગુરૂવારે કહ્યું કે, ઈજાને કારણે ભારતની વિશ્વ કપ ટીમમાંથી બહાર થયેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની પીડાનો તે અનુભવ કરી શકે છે. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે ધવનની જગ્યાએ ટીમમાં સામેલ રિષભ પંત સારી બેટિંગ કરશે. ધવન અંગૂઠામાં ફ્રેક્ચરમાંથી સ્વસ્થ ન થઈ શકવાને કારણે હાલના વિશ્વકપમાંથી બહાર થઈ ગયો અને તેની જગ્યાએ યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવનને 9 જૂને લંડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ મેચમાં તેણે  સદી ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 


તેંડુલકરે ટ્વીટ કર્યું, 'તારી પીડા સમજી શકું છું ધવન. તું સારૂ રમી રહ્યો હતો અને આટલી મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટની વચ્ચે ઈજાગ્રસ્ત થવું દિલ દુખાવનારૂ હોય છે. મને ચોક્કસ પણે ખાતરી છે કે તમે મજબૂતીથી વાપસી કરશો.'


છેડછાડ કરીને ફસાયો મુંબઈ ઈન્ડિયન્સનો આ બોલર, લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

ધવનના સ્થાને ટીમમાં 21 વર્ષના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પોતાના પ્રથમ પ્રવાસ પર ટેસ્ટમાં સદી ફટકારીને તમામને પ્રભાવિત કર્યાં હતા. પોતાના ટ્વીટમાં સચિને લખ્યું, 'રિષભ તું સારૂ રમી રહ્યો છે અને પોતાની પ્રતિભાને દર્શાવવા માટે આનાથી મોટુ મંચ ન હોઈ શકે. શુભકામનાઓ. ભારતીય ટીમ પોતાની આગામી મેચ શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે.'